Western Times News

Gujarati News

સંજેલીનગરમાં રાત્રી સભામાં ગ્રામજનોની પ્રાથમિક સમસ્યાની ધારદાર રજૂઆત 

પ્રતિનિધિ સંજેલી : સંજેલી તાલુકા મથકે પ્રાંતની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ પીવાના પાણીનો કૂવો ગટર યોજનામાં બેદરકારી જાહેર શૌચાલય અને પાણીની પરબનો અભાવ આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે ગંદકી pmay આવાસોમાં  0થી16 સ્કોરના લાભાર્થી લાભ થી વંચિત  સંજેલીના મુખ્ય માર્ગોની બિસ્માર હાલત ગ્રામસભામાં લોકોને જાણ કરાતી નથી ગામમાં સ્ટ્રીટ લાઈટમાં એલઇડી લાઇટનો અભાવ ખેતીવાડી વીજ પુરવઠો મળતો નથી  જેવી અનેક સમસ્યાથી પીડાતા ગ્રામજનોની ધારદાર રજૂઆત થતાં પ્રાંત અધિકારી ચોકી ઉઠ્યા હતા ખેડૂત પોતાના હિસ્સાની જમીન અન્ય ભાગીદારોની  સંમતિ વગર વેચી શકે છે

સંજેલી તાલુકા મથકે પ્રાંતની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ હતી સંજેલી ખાતે પીવાના પાણી માટે નવા કૂવાની માંગ ગટરો બનાવી પૂરતી લાઈનો જોડવામાં આવતી નથી જાહેર શૌચાલય અને પરબનો અભાવ સંજેલી આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે ગટરના ગંદા પાણીની સમસ્યાનો બે વર્ષથી રજૂઆત છતાં પણ તંત્ર બેદરકારી આવાસ યોજનામાં 0થી16 લાભાર્થીઓ લાભથી વંચિત ટીસાના મુવાડા ગામે સ્ટ્રીટ લાઇટનો અભાવ નગરમાં સ્ટ્રીટ લાઇટમાં સોલર  અને એલઇડી ને બદલે ટ્યૂબ લાઇટ લગાડવામાં આવી રહી છે

ખેતીવાડી વીજ પુરવઠો મળતો છતાં પણ દર મહિને વીજ બિલ ભરવામાં આવે છે ભારતનો ખેડૂત જન્મે છે મરે છે અને જીવે છે દેવામાં ખેડૂતોને વીજ પુરવઠો મળતો જ નથી જ શું વિકાસની વાત કરો છો સંજેલી ખાતે આવેલા ગૌચર ખુલ્લા કરવામાં આવતા નથી સંજેલી તાલુકાના મુખ્ય રસ્તાઓની બિસ્માર હાલત આવી અનેક સમસ્યાથી સંજેલી નગરના પીડાતા ગ્રામજનોએ પ્રાંતને ધારદાર રજૂઆત કરી હતી

પ્રાંત અધિકારીએ રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય નિકાલ કરવાની બાહેધરી આપી હતી જમીનને લગતી સમસ્યા વિશે પ્રાંત અધિકારી એસ ડી ચૌધરીએ વિસ્તૃત માહિતી આપી હતી  ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ આપણા વિસ્તારમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે પરંતુ ઘઉં ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી જેના કારણે આપણા વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધારે છે આરોગ્યની આશા વર્કરો પણ  સગર્ભા બહેનોને નોંધણી સમયસર કરતા નથી જે સમયસર થાય તેની સૂચના આપવામાં આવી હતીખેતીની જમીનમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરી ધરતી માતાની દશા બદલી નાખી છે પંજાબમાં રાસાયણિક ખાતર અને દવાનો વધુ ઉપયોગ થતાં ત્યાંના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે આપણા વિસ્તારમાં છાણિયા ખાતાનો ઉપયોગ કરી આવનારી પેઢીનું ભાવિ સુધાર્યા ખેતીની નકલમાં ગમે તેટલા ખેડૂતના નામો હોય તે પોતાના હિસ્સાની જમીન અન્યની સંમતિ વગર વેચી શકે છે પાણી પોતે બચાવવું પડશે ચોમાસામાં વહેતું પાણી જમીનમાં ઉતારવું પડશે જેવી અનેક પ્રાંત અધિકારીએ માહિતી આપી હતી

બોક્સ   સંજેલી ટીસાના મુવાડા આંગણવાડી પાસે પાસે કાગળ પર જ સંરક્ષણ દિવાલ ભનાવી સરપંચે નાણાં ઉપાડી લીધા હોવાની રજૂઆત પંચાયત દ્વારા તળાવ ફળિયાની ગલીઓમાં નજીક નજીક બોર રોડ પર જ બનાવવામાં આવ્યા છે તાલુકા મથક છતાં એક પણ જાહેર શૌચાલય નથી   ખેડૂતોની નકલમાં મોટા પ્રમાણમાં ચાલીસ પચાસ જેટલા નકલમાં નામો હોય છે જેમાં ખેડૂત પોતાના હિસ્સાની જમીન અન્ય ભાગીદારોની કે કુટુંબની કે દલાલ નિ સંમતિ વગર પોતે વેચી શકે છે  અધિકારી અેસ ડી ચૌધરી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.