Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં ૨૦૨૨માં સપાની સરકાર આવશે: અખિલેશ યાદવ

લખનૌ, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સાથે મળી વિધાનસભા ચુંટણી અને બસપા સાથે લોકસભા ચુંટણી લડનાર સમાજવાદી પાર્ટી હવે એકલા હાથે ચુંટણી લડવાના માર્ગ પર છે.પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને વિશ્વાસ છે કે તેમના કામની કારણે સમાજવાદી પાર્ટી ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવશે.

અખિલેશ યાદવ અહીં એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં હતાં તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ૨૦૨૨માં મને અમારી પાર્ટીની સરકાર બનાવવા માટે રામ અને હનુમાન પકડવાની જરૂરત નથી કામને પકડીશ.પોતાના કામ કામ પર મત માંગીશ તેમણે એ પણ કહ્યું કે આ વખતે સાયકલ અને તમામ જાતિ ધર્મને મિલાવી ચુંટણી જીતીશું. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાનો અભિનંદન આપુ છે તેમણે કામ પર મત આપ્યું ભાષણ અને ગાળો પર નહીં હવે આવું જ કામ ઉત્તરપ્રદેશની સરકાર પણ કરશે કામ બોલે છે તેનો નજારો ૨૦૨૨માં જોવા મળશે. દિલ્હીની જનતાએ કામ બોલ્યુ છે તો ઉતરપ્રદેશ પણ ૨૦૨૨માં બોલશે.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કામ પર વાત કરવા માંગીએ છીએ વાત તેના પર થવી જાઇએ સૌથી પહેલા હાઇવે કોણે બનાવ્યો લખનૌ આગ્રા એકસપ્રેસ વે પર કોણ પણ ચાલશે તો સપાને મત આપશે. તેમણે કહ્યું કે ઇન્વેસ્ટર સમિટિનો અત્યાર સુધી કોઇ લાભ થયો નથી રોકાણ કયાં છે ત્યાં તો કાગળ પર રોકાણ છે પરંતુ જમીન પર કયાંય નથી પ્રદેશમાં આટલી મોટા ઇન્વેસ્ટર સમિટ થઇ વડાપ્રધાન આવ્યા,રાષ્ટ્રપતિ આવ્યા પરંતુ કેટલો વિકાસ થયો તે તો કયાંય જાવા મળ્યુ નહીં. એમઓયુ તો કોઇ પણ કોઇની પણ સાથે કરી શકે છે .સમિટમાં સૌથી વધુ એમઓયુ સોલર પર થયા પરંતુ અત્યાર સુધી એક પણ પ્લાન્ટ કયાંય લાગ્યો નથી.

યાદવ આઝમગઢમાં પોતાના ગુમ થવાના પોસ્ટર લગાવવા પર કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે પોસ્ટર લગાવવાનું કોંગ્રેસીઓનું જુનુ કામ છે ભાજપની પાસે એવી તરકીબ છે તે ભણેલા ગણેલા લોકોને પણ ભ્રમમાં નાખી દે છે. એચસીએલ હું લઇ આવ્યો લખનૌમાં મેટ્રો લઇ હું આવ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂર્વાચલમાં એકસપ્રેસ વેની ક્રેડિટ લેવા પર અખિલેશે કહ્યું કે પૂર્વાચલમાં એકસપ્રેસ વે માટે જમીન સપાના સમયે લેવામાં આવી હતી મારી પાસે કાગળ છે કે ૨૦૧૬માં રજીસ્ટ્રી થઇ અને તે સમયે અમારી સરકાર હતી. અમે લોકોને સમજાવીએ છીએ પરંતુ ભાજપ તેઓને બહેકાવી દે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમે અને અમારી પાર્ટી એનઆરસી સીએએ અને એનપીઆરની વિરૂધ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.