Western Times News

Gujarati News

નાસિકમા ભારે વરસાદથી પાણીની ટાંકી પડતા ત્રણના મોત

નાસિક : મહારાષ્ટ્રમા ત્રણ દિવસથી સતત અને ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે  મુંબઈ બાદ નાસિકમા એક પાણીની ટાંકી ધરાશાયી થઈ જતા તેમા ત્રણ વ્યકિતના મોત થયા છે. હાલ આ સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓએ રાહત બચાવ કામગીરી હાથ ધરી છે.

નાસિકના સાતપુરના ધ્રુવનગરમા બનેલી આ ઘટનામા ભારે વરસાદના કારણે આ વિસ્તારમા આવેલી એક પાણીની ટાંકી પડી જતા આ દુર્ધટના સર્જાઈ હતી. જેમા એવુ જાણવા મળી રહ્યુ છે કે આ વિસ્તારમા છેલ્લા કેટલાંક સમયથી પાણીની ટાંકીનુ કામ ચાલે છે.

ત્યારે આજે પણ કેટલાંક મજુરો ટાંકી પર આવ્યા હતા ત્યારે ગઈકાલે રાતે થયેલા ભારે વરસાદના કારણે આ ટાંકી પડી જતા તેમા ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાંક મજુરોને નજીવી ઈજા થઈ હતી આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટાંકી નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

જાેકે હાલમા પણ આ સ્થળે ફાયર બ્રિગેડની ટીમ તરફથી તપાસ કરવામા આવી રહી છે. આ બનાવથી આ વિસ્તારમા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. અને હાલ પાણીની ટાંકીના કાટમાળને હટાવવાની તેમજ અન્ય રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાતે મુંંબઈના વિવિધ ત્રણ વિસ્તારમા દિવાલ પડવાની ઘટનામા કુલ ૨૧ લોકોના મોત થયા હતા.

ત્યારે આજે નાસિકમા પણ આ રીતે ટાંકી પડી જતા વધુ ત્રણ લોકોના મોત થતા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદે મહારાષ્ટ્રમા તારાજી સર્જી છે , જાકે તેમ છતા તંત્ર તરફથી રાજ્યમા હવે વધુ આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામા આવી રહી છે તેમ છતા કુદરતી આપતિ સામે માનવીની કોઈ કારી ફાવતી નથી તે બાબત પણ યાદ રાખવી જાઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.