Western Times News

Gujarati News

મ્યુનિ. હોદ્દેદારો-અધિકારીઓની ગાડીને પ૧૦ ઈ-મેમા મળ્યા

Files Photo

ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગને સૌથી વધુ સાત મેમો મળ્યાઃમેયરની ગાડીને ત્રણ ઈ-મેમો મળ્યા : ચૂંંટાયેલી
પાંખની ગાડીઓને ૧૧ર અને અધિકારીઓની ગાડીને ૩૯૮ મેમા મળ્યા!!

 

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે ર૦૧૭ની વિધાન સભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકારે ઈ-મેમોની પુનઃ શરૂઆત કરી હતી. જેમાં ટ્રાફિક માટેના અલગ અલગ નિયમો તોડવા બદલ રજીસ્ટર્ડ સરનામા પર મેમો મોકલવામાં આવે છે. જેના કારણે નાગરીકોમાં રોષ અને ડર એમ બંન્ને પ્રકારની મિશ્રિત લાગણી જાવા મળી રહી છે.

ઈ-મેમોના ડરથી ટ્રાફિક-નિયમનમાં સુધારો જાવા મળે છે. સાથે સાથે નિયમ ભંગ થયો ન હોવા છતાં પણ ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા હોવાની ફરીયાદો પણ થઈ રહી છે. શહેર ટ્રાફિક પોલીસની આ નિયમો તમામ નાગરીકો માટે એક સમાન છે. મતલબ કે સામાન્ય નાગરીકોની સાથે સાથે મ્યુનિસિપલ અધિકારીઓ કોર્પોરેટરો અને શહેર મેયરની ગાડીને પણ નિયમ ભંગ બદલ ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. જેના પરિણામે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવોના ડ્રાઈવરોમાં નારાજગી જાવા મળી રહી છે.

શહેરના તમામ ટ્રાફિક જંકશનો પર સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જેનો એક માત્ર ઉપયોગ ઈ-મેમો માટે જ થઈ રહ્યો છે. ટ્રાફિક જંકશન પર સિગ્નલ તોડવા, સફદ લાઈન ક્રોસ કરવી, હેલ્મેટ ન પહેરવી, ત્રણ સવારી વાહન ચલાવવા કે સીટ બેલ્ટ ન બાંધવા જેવા અનેક નિયમોના પાલન થાય છે કે કેમ? તેની ઝીણવટભરી તપાસ કરીને નિયમ ભંગ કરનાર વાહનચાલકને ઈ-મેમો મોકલવામાં આવે છે.

જે તે વાહનના રજીસ્ટર્ડ સરનામે ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિક શાખા તરફથી ઈ-મેમો મોકલવામાં કોઈપણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી.  મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્‌ેદારોને પણ મેમો મોકલવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા અનુસાર ઈ-મેમોની શરૂઆત થઈ ત્યારથી જ ૩૦ મી જૂન સુધીના સમયગાળા દરમ્યાન ચૂંટાયેલી પાંખને વહીવટી તંત્રને જે ગાડીઓ ફાળવવામાં આવી છે તેને ટ્રાફિક ભંગ બદલ પ૧૦ ઈ-મેમો આવ્યા છે. જેમાં ચૂંટાયેલી પાંખને ૧૧ર તથા અધિકારીઓની ગાડીને ૩૯૮ મેમા મળ્યા છે.

સૌથી વધુ સાત ઈ-મેમો મ્યુનિસિપલ ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગને ફાળવવામાં આવેલી ગાડીને મળ્યા છે. જ્યારે મેયરની ગાડીને ત્રણ ઈ-મેમો મળ્યા છે. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષ નેતા, વિપક્ષ નેતા, દંડક અને સબકમિટિ ચેરમેનોની ગાડીને પણ નિયમ ભંગ બદલ ગાડીદીઠ બે-ત્રણ ઈ-મેમો આવી ચુક્યા છે. જેના દંડ ભરવા સામે ડ્રાઈવરોમાં નારાજગી જાવા મળી રહી છે.

મ્યુનિસિપલ હોદ્દેદારો અને અધિકારીઓની ગાડી ચલાવતા ડ્રાઈવરોને અલગથી ભથ્થા મળે છે. નોકરીના સમય નક્કી ન હોવાથી રૂ.૩પ૦૦ થી રૂ.પપ૦૦ સુધીના ભથ્થા આપવામાં આવે છે. પરંતુ ભથ્થાની રકમમાંથી દંડ ભરવામાં આવે છે.  તેથી ડ્રાઈવર કર્મચારીઓમાં નિરાશા જાવા મળે છે. એક ડ્રાઈવરના જણાવ્યા અનુસાર હોદ્દેદારો અને અધિકારીઓને તેમના નિયત સ્થળે પહોંચવામાં ઉતાવળ રહે છે.

તેમ ક્યારેક સિગનલ પાસે ભૂલથી સફેદ લાઈન ક્રોસ થઈ જતી હોય છે. તેની સામે રૂ.૩૦૦નો ઈ-મેમો આવે છે. જેની રકમ અમારે જ ભરવાની રહે છે તેથી ભથ્થાનો કોઈ મતલબ રહેતો નથી. ગાડીમાં મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, મ્યુનિસિપલ કમિશ્નર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર જેવા મહાનુભાવો બેઠા હોય ત્યારે સીટ બેલ્ટ ન બાંધવા કે રેડ સિગ્નલ તોડવા જેવી ભૂલ થવી અશક્ય છે તેમ છતાં ઈ-મેમો આવે છે ત્યારે પોતાના ખિસ્સા કે ભથ્થામાંથી દંડ ભરવો પડે છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.