Western Times News

Gujarati News

સોનાવેશમાં ભગવાનના દર્શન કરવા ભક્તોનો ભારે ધસારો

મંદિરના પરિસરમાં પ્રથમ વખત ૧૬ ગજરાજાનું મહંત દિલીપદાસજીએ પૂજન-અર્ચન કરી આરતી ઉતારી : મંદિરમાં સવારથી જ ભજનો-રાસગરબાની જમાવટ કરતા ભક્તોઃમંગળા આરતી વખતે ભક્તોનું ઘોડાપૂર

અમદાવાદ : જગતનો નાથ તારણહાર આવતીકાલે નગરયાત્રામાં નીકળશે ત્યારે તેનુ ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરવા માટે રથયાત્રાના રૂટ ઉપર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુરના લોકો તો ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને આવકારવા કાગ ડોળે રાહ જાઈ રહ્યા છે. રથયાત્રામાં જાડાયેલા સાધુ-સંતો તથા ભાવિકભક્તોને પ્રસાદ રૂપે ભોજન જમાડવાની વર્ષોથી ચાલતી પ્રથા આજે પણ ચાલુ જ રહી છે. અને સરસપુરની ૧૭ જેટલી પોળોમાં રસોડાઓ પણ શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

રથયાત્રાના પૂર્વ દિવસે વહેલી સવારથી જ જમાલપુર ખાતે આવેલા જગન્નાથજીના મંદિરમાં સાધુ-સંતો તથા ભાવિકભક્તોની ભારે ભીડ જાવા મળે છે. સોનાવેશમાં જગન્નાથજી ભગવાન, બહેન સુભદ્રાજી તથા ભાઈ બલરામના દર્શન કરી ભક્તો કૃતાર્થતા અનુભવી રહ્યા છે. જગન્નાથજી મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત જ રથયાત્રામાં જાડાનાર ૧૬ જેટલા ગજરાજાને સુશોભિત કરી, મંદિરના પરિસરમાં લાવી મહત દિલીપદાસજીએ પૂજા કરી, આરતી ઉતારી હતી. આ સમયે મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિક ભક્તોએ જય જગન્નાથ જય જગન્નાથનો જયઘોષ કરી નીજ મંદિરને ગજવી દીધું હતુ.

જગન્નાથપુરીની રથયાત્રા બાદ અમદાવાદમાં નીકળનારી આ રથયાત્રા ખુબ જ ઐતિહાસિક અને પુરાણી છે. જગન્નાથ મંદિરમાં આજે ઉત્સાહનો ઘુઘવાતો સમુદ્ર જાવા મળે છે. આખો દિવસ આજે ધાર્મિક કાર્યક્રમોનો પ્રવાહ વહેતો રહેશે. તથા ભાવિક ભક્તોના દર્શનાર્થેે પ્રવાહ ચાલુ જ રહેશે. જગન્નાથજીની યાત્રા એટલે હિંદુ- મુસ્લીમની એકતાનું પ્રતિક. જમાલપુર, કાલુપુર, દરિયાપુરના મુસ્લીમભાઈ-બહેનો રથયાત્રાના આગમનની ઉત્સાહપૂર્વક રાહ જાઈ રહ્યા છે.
રથયાત્રાના દિવસે સવારે ૪ વાગ્યે થનારી જગન્નાથજીની ભવ્ય આરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિતિ રહેશે. તથા પહિંદવિધિ સવારે ૭ વાગ્યેે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિતિ રહેશે.

સવારની આરતી બાદ ભાવિકભક્તોને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. એ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ રહીછે. સુકોમેવો નાંખેલ ખીચડીના પ્રસાદનું અનેરૂ મહત્ત્વ હોય છે. રથયાત્રાની સાથે જાડાતા અખાડાઓમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ તૈયારીમાં મસ્ત છે. મંદિરમાં ભજન, ગરબા- રાસની રમઝટ જામેલી જાવા મળી રહી છે.

એક એવી પણ માન્યતા છે કે અષાઢ સુદ બીજને દિવસે એટલે કે રથયાત્રાના પવિત્ર દિવસે વરસાદના અમી છાંટણા થાય તો વર્ષ સારૂ જાય છે. અકાશમાં ઘેરાતા વાદળો જાતાં જણાય છે કે મેઘરાજા પણ ભગવાન જગન્નાથ-જગતના નાથને મળવા આતુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.