Western Times News

Gujarati News

ઊછીનાં આપેલા રૂપિયા પરત માંગતા કોન્સ્ટેબલને ઢોર માર મારી લુંટી લીધો

અમદાવાદ : મેઘાણીનગરમાં રહેતા ટ્રાફીકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પોતાને ત્યા આવતાં ગેસ ડિલીવરી બોયના મિત્રને રૂપિયા ઉછીના આપ્યા બાદ બાકી લેણાની ઉઘરાણી કરતા તે વ્યક્તિ કોન્સ્ટેબલ તથા તેના મિત્રને માર મારવાની ફરીયાદ નોંધાઈ છે.આ અંગેની વિગત એવી છે કે હસમુખભાઈ મંગળભાઈ પટેલ શાંતિનિકેતન સોસાયટી કૃષ્ણનગર ખાતે રહે છે તથા ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે એસજી હાઈવે પર ફરજ બજાવે છે.

તેમના ઘરે ગેસ ડિલીવરી કરવા આવતાં બાલુ નામના વ્યક્તિ સાથે તેમને ઓળખાણ થઈ હતી દરમિયાન બાલુએ પોતાના મિત્ર મનુ ઓઢવ ને રૂપિયાની જરૂર હોવાનું કહેતા હસમુખભાઈએ ત્રીસ હજાર રૂપિયા આપ્યા હતા.

એક વખત રૂપિયા લીધા બાદ છ મહિનાથી વધુ સમય થવા છતાં મનુએ રૂપિયા પરત ન કરતાં તેની ઉઘરાણી શરૂ કરી હતી જે મામલે મનુએ બબાલ કરી હતી બાદમાં સોળ હજાર પરત કર્યા હતા જા કે ચૌદ હજાર રૂપિયા લેવાના હોઈ હસમુખભાઈ તેને ફોન કરતાં હતા જેથી ગઈકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મનુએ ફોન કરીને રૂપિયા લેવા હસમુખભાઈને ભાર્ગવરોડ જય અંબે સોસાયટી પાસે બોલાવ્યા હતા.

જ્યા મનુ તથા તેનો ભત્રીજા મહેશ (ઓઢવ) હાજર હતા. હસમુખભાઈ જાઈને બંને ઉશ્કેરાઈ ગયા હતા અને હસમુખભાઈ તારે કેટલા રૂપિયા જાઈએ છે તેમ કહી ગાળો બોલી પાઈપ મારવા જતા હસમુખભાઈ ત્યાથી ભાગ્યા હતા.જા કે મહેશે તેમને પાછળથી પકડી લીધા હતા અને મનુએ પાઈપ વડે હુમલો કરતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી બાદમાં મહેશે તેમના ગળામાંથી સોનાની દોરા તથા વીંટીની લુટ ચલાવી હોવાનો આક્ષેપ પણ હસમુખભાઈ કર્યો છે જેની તપાસ પોલીસે ફરાર મનુ તથા તેના ભત્રીજા મહેશને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.