Western Times News

Gujarati News

ક્લબમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ

કાંકરિયા રોડ પર આવેલી જાણીતી ક્લબમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ
મોનીટરીંગ સેલનો દરોડો

(પ્રતિનિધિ) અમદાવાદ : જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા જ અમદાવાદ શહેરમાં ઠેરઠેર જુગારની હાટડીઓ શરૂ થઈ ગઈ છે જેના પગલે પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને શહેરભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે શહેરના કાગડાપીઠ વિસ્તારમાં સતત બીજા દિવસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે.

ગઈકાલ મોડી રાત્રે બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ કાંકરિયા રોડ પર આવેલી એક કલબના રૂમમાં આધુનિક સવલતો સાથે ચાલતા જુગારના અડ્ડા પર રેડ પાડીને ૧૧ જુગારીઓને ઝડપી લીધા છે અને કુલ રૂ.૧૭ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરતા સનસનાટી મચી ગઈ છે અધિકારીઓએ આ અંગે તમામની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને શરૂ થઈ ગયેલા જુગારના અડ્ડાઓ સામે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસ વિભાગની અન્ય એજન્સીઓ આ મુદ્દે એલર્ટ થયેલી છે આ ઉપરાંત દારૂના અડ્ડાઓ ઉપર પણ દરોડા પાડવામાં આવી રહયા છે.

અમદાવાદ શહેરમાં જુગારની બદીને ડામી દેવા માટે એલર્ટ થયેલા પોલીસતંત્ર એ અનેક વિસ્તારોમાં દરોડા પાડી જુગાર રમતા સંખ્યાબંધ લોકોને ઝડપી લીધા છે આ દરમિયાનમાં શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળના કાંકરિયા રોડ પર આવેલી ઈન્કા કલબમાં છેલ્લા કેટલાક દિવસથી એક રૂમની અંદર આધુનિક સવલતો સાથેનો જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી.

જેના પગલે સેલના અધિકારીઓ દ્વારા ગઈકાલ સવારથી જ આ સ્થળે ખાનગીરાહે વોચ ગોઠવવામાં આવી હતી વોચ દરમિયાન ઈન્કા કલબમાં બીજામાળે આવેલી રૂમ નં.૯ માં શંકાસ્પદ શખ્સોની સતત અવરજવર જાવા મળી હતી જેના પરિણામે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ ગઈકાલે રાત્રે વધુ ટીમોને બોલાવી લીધી હતી.

 

જેમાં મુખ્ય બે સુત્રધારો 

(૧) ભગવાનભાઈ યોગી (રહે. જશોદાનગર) 

(ર) નાસીરખાન પઠાણ
(રહે. ફતેહવાડી) ઉપરાંત

(૩) રહીશખાન ભાટી (રહે. વટવા)

(૪) ઈન્તજાર શેખ (રહે. ફતેહવાડી) 

(પ) ઈકબાલ હુસેન શેખ (રહે. શાહપુર)

(૬) મહંમદભાઈ અંસારી (રહે. રખિયાલ)

(૭) યુનુસભાઈ છીપા (રહે. જમાલપુર) 

(૮) ઈમરાનખાન પઠાણ (રહે. રખિયાલ)

(૯) અકરમખાન (રહે. ફતેહવાડી) 

(૧૦) અનુપસિંગ યાદવ
(રહે. જશોદાનગર ચોકડી)

(૧૧) મનોજકુમાર ક્ષત્રિય (રહે. નિકોલ)
નો સમાવેશ થાય છે.

મોડી રાત્રે કલબના બીજામાળે આવેલી રૂમ નં.૯ ની આસપાસ સેલના અધિકારીઓ ગોઠવાઈ ગયા હતા અને દરવાજા ખટખટાવતા જ અંદર બેઠેલા એક શખ્સે રૂમનો દરવાજા ખોલ્યો હતો રૂમનો દરવાજા ખુલતા જ સેલના અધિકારીઓ અંદર ધસી ગયા હતા અને અંદરનું દ્રશ્ય જાતા જ તેઓ ચોંકી ઉઠયા હતા રૂમની અંદર ૧૧ જેટલા શખ્સો જુગાર રમતા જાવા મળ્યા હતા.

અધિકારીઓએ રૂમની અંદરથી મોટી માત્રામાં રોકડ રકમ, પ્લાસ્ટિક કોઈન્સ તથા પત્તાની કેટો કબજે કરી હતી તપાસ કરતા કલબના મેમ્બર ભગવાનભાઈ યોગી અને નાસીરખાન નામના બંને શખ્સો આ જુગારનો અડ્ડો ચલાવતા હતા પોલીસે રેડ પાડી ત્યારે રૂમની અંદર કુલ ૧૧ શખ્સો હાજર હતાં જેમાં મુખ્ય બે સુત્રધારો (૧) ભગવાનભાઈ યોગી (રહે. જશોદાનગર) (ર) નાસીરખાન પઠાણ (રહે. ફતેહવાડી) ઉપરાંત (૩) રહીશખાન ભાટી (રહે. વટવા) (૪) ઈન્તજાર શેખ (રહે. ફતેહવાડી) (પ) ઈકબાલ હુસેન શેખ (રહે. શાહપુર) (૬) મહંમદભાઈ અંસારી (રહે. રખિયાલ) (૭) યુનુસભાઈ છીપા (રહે. જમાલપુર) (૮) ઈમરાનખાન પઠાણ (રહે. રખિયાલ) (૯) અકરમખાન (રહે. ફતેહવાડી) (૧૦) અનુપસિંગ યાદવ (રહે. જશોદાનગર ચોકડી) અને (૧૧) મનોજકુમાર ક્ષત્રિય (રહે. નિકોલ)નો સમાવેશ થાય છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ રૂમમાંથી જુગાર રમતા આ તમામને ઝડપી લઈ પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે સ્થળ ઉપર દરોડો પાડતાં આ તમામ જુગારીઓએ પત્તા ફેંકી દીધા હતા અને પ્લાસ્ટિક કોઈન્સ પણ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અધિકારીઓએ સતર્ક બની તમામને રંગેહાથ ઝડપી લીધા હતાં આ રૂમની અંદર જુગાર રમવા આવતા ખેલીઓને સુત્રધારો દ્વારા આધુનિક સવલતો પુરી પાડવામાં આવતી હતી જેના પરિણામે શહેરભરમાંથી શ્રીમંત પરિવારના લોકો જુગાર રમવા આવતા હતાં.

પોલીસે ઘટના સ્થળ પરથી રૂ.૭૦ હજાર ઉપરાંતની રોકડ રકમ ૧ર જેટલા મોબાઈલ ફોન તથા વૈભવી કાર મળી કુલ રૂ.૧૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સ્ટેટ મોનીટરીંગ સેલે સતત બીજા દિવસે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દરોડો પાડતા સ્થાનિક પોલીસ તંત્ર પણ દોડતુ થઈ ગયું છે આ અંગેનો રિપોર્ટ રાજયના પોલીસવડા તથા શહેર પોલીસ કમિશ્નરને પણ સુપ્રત કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.