Western Times News

Gujarati News

છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને LCB અરવલ્લી દ્વારા ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી ઝડપી પાડવામાં આવ્યો

બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. અરવલ્લી ધ્વારા ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી ઝડપી પાડવામાં આવ્યો. 

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ., પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ તેમજ શ્રી મયુર પાટીલ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસા તથા પોલીસ ઇન્સ.શ્રી આર.એસ.તાવીયાડનાઓ ધ્વારા અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ.

ઉપરોકત સૂચના અન્વયે શ્રી કે.કે.રાજપુત, પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. અરવલ્લી તથા સ્ટાફના અ.હે.કો. શંકરજી ધુળાજી તથા અ.પો.કો.વિક્રમસિંહ વકતુસિંહ તથા અ.પો.કો. વિરભદ્દસિંહ પદમસિંહ તથા અ.હે.કો. ભરતસિંહ પરબતસિંહ નાઓ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવામાં આવેલ. સદર પેટ્રોલીંગ દરમ્યાન પો. સબ ઇન્સ.શ્રી કે.કે.રાજપુત, એલ.સી.બી. અરવલ્લી, મોડાસા નાઓને બાતમીદારથી માહિતી મળેલ કે, આંબલીયારા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૬/ર૦૧૫ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૪, ૩ર૩, ૫૦૪ મુજબના કામના ફરીયાદી મુકેશભાઇ હીરાભાઇ સોલંકી રહે.અમીયાપુર તા.બાયડ નાઓની ફરીયાદના કામે આ કામના આરોપીઓએ અમીયાપુર ગામની સીમમાં આવેલ ખેતીની સંયુકત જમીન બાબતે તકરાર કરી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારૂ ગેર કાયદેસર મંડળી બનાવી ધારીયા લાકડી લઇ આવી ફરીયાદી તથા સાહેદોને ધારીયાથી ઇજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુન્હો કરેલ હતો.

જે કામે અગાઉ બે આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. જે કામે આ ગુન્હાનો નાસતો ફરતો આરોપી રાંમાભાઇ મંગળભાઇ સોલંકી રહે.અમીયાપુર તા.બાયડ જી.અરવલ્લી નાઓ સદર ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસથી નજર છુપાવી નાસતો ફરતો હતો. જે આજરોજ મોડાસાના હજીરા ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો હોઇ, જે બાતમી આધારે ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી ઝડપી પાડવામાં આવેલ છે.  આમ અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ટીમને છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.