Western Times News

Gujarati News

રાજ્યસભાની ૫૫ બેઠકો માટે ૨૬ માર્ચે ચૂંટણી યોજાશે, ભાજપ બહુમતીથી દૂર રહેશે

નવીદિલ્હી: રાજ્યસભાની એપ્રિલમાં રિટાર્યડ થઈ રહેલા ૫૫ બેઠકોના સભ્યો માટે ૨૬ માર્ચે ચૂંટણી યોજવા અંગેની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. પંચે કહ્યું કે, રાજ્યસભામાં ૧૭ રાજ્યોની આ બેઠકોનો એપ્રિલમાં કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. ૫૫ બેઠકોમાંથી સૌથી વધારે સાત મહારાષ્ટ્રમાંથી, ૬ તમિલનાડું, પાંચ-પાંચ બેઠકો પશ્વિમ બંગાળ અને બિહારથી, જ્યારે ચાર-ચાર બેઠકો ગુજરાત અને આંધ્રપ્રદેશથી ત્રણ ત્રણ બેઠકો રાજસ્થાન, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાંથી છે.

રાજ્યસભામાં આ વર્ષે જે મુખ્ય નેતાઓનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે, તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, રામદાસ આઠવલે, દિલ્હી ભાજપ નેતા વિજય ગોયલ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ છે. હાલ એનડીએ અને અન્ય સાથી પક્ષોની સભ્ય સંખ્યા રાજ્યસભામાં ૧૦૬ અને ભાજપની ૮૨ છે.

જ્યારે ૨૪૫ સભ્યોની રાજ્યસભામાં બહુમતી માટે ૧૨૩ સભ્યોની જરૂર હોય છે.
મહત્વનું છે કે ૨૦૧૮ અને ૨૦૧૯માં ભાજપને ઘણા રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્‌યો હતો, જેની સીધે સીધી અસર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી પરિણામ પર પડવી સ્વાભાવિક છે. બીજી બાજુ કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષોની સ્થિતિ ૨૪૫ સભ્યોની રાજ્યસભામાં સુધરશે.

હાલ ભાજપના રાજ્યસભામાં ૮૩ અને કોંગ્રેસના ૪૫ સભ્યો છે. સમીકરણના હિસાબથી રાજ્યસભામાં ભાજપની સંખ્યા ૮૩ની આસપાસ રહેશે અને ગૃહમાં બહુમતી આશા કદાચ પુરી નહીં થઈ શકે. જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન , ઝારખંડ અને મહારાષ્ટ્રની સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસને રાજ્યસભામાં તેમની ઘણી સીટો વધારવાની તક મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.