Western Times News

Gujarati News

સપા સાંસદ આઝમ ખાન પત્ની અને પુત્ર સહિત જેલના સળિયા પાછળ ધકેલાયા

રામપુર: સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે સમગ્ર પરિવારને 7 દિવસ સુધી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આઝમ ખાન, તેમના પત્ની તંઝીન ફાતિમ અને પુત્ર અબ્દુલ્લાહ આઝમ ખાનને 2 માર્ચ સુધી કોર્ટે જેલમાં મોકલી દીધા છે. રામપુરના એડીજી 6 કોર્ટમાં આઝમ ખાન પોતાના પરિવાર સાથે હાજર થયા હતાં. અત્રે જણાવવાનું કે કોર્ટે છેલ્લા કેટલાક સમયથી આઝમ ખાનને હાજર થવા માટે સમન જારી કર્યા હતાં. જેને આઝમ ખાન સતત અવગણી રહ્યાં હતાં. ગેરહાજર રહેતા હોવાના કારણે કોર્ટે આઝમ ખાન, પુત્ર અબ્દુલ્લાહ આઝમ ખાન અને પત્ની તંઝીમ ફાતમા વિરુદ્ધ જામીનપાત્ર અને બિન જામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યા હતાં. અત્યાર સુધીમાં સપા સાંસદ આઝમ ખાન પર 88 કેસ દાખલ છે.

અત્રે જણાવવાનું કે આઝમ ખાને 20 કેસોમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમા 2 જન્મ પ્રમાણપત્ર મામલે કોર્ટે ગઈ કાલે જપ્તીના આદેશ આપ્યા હતાં. બુધવારે 17 કેસોમાં સુનાવણી થઈ. 4માં જામીન મળ્યાં. જ્યારે 13 કેસોમાં અલગ અલગ તારીખો મળી છે. એક કેસમાં કાલે સુનાવણી થશે. જ્યારે બાકીના કેસોમાં 2 માર્ચના રોજ સુનાવણી થશે. જેમાં ચૂંટણીમાં દાખલ થયેલા આચાર સંહિતાના ભંગના 4 કેસમાં જામીન મળ્યાં.  રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે 39,000 કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.