Western Times News

Gujarati News

દિલ્હી હાઇકોર્ટે હિંસા મામલે પોલીસને નોટિસ ફટકારીઃ હેટ સ્પીચ પર FIR દાખલ કરો

નવી દિલ્હી,  દિલ્હી હિંસા પર બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. આ સુનાવણીમાં ભાજપના નેતાઓ વિરૂદ્ધ FIR અને હિંસાની તપાસ માટે SITની રચનાની માંગ પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ. કોર્ટે આદેશ આપ્યો કે હેટ સ્પીચના તમામ કેસમાં FIR દર્જ કરવામાં આવે. દિલ્હી હાઇકોર્ટે પોલીસ કમિશનર પાસે કાલ સુધી જવાબ માંગ્યો છે.

દિલ્હી હાઇકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાની પેરવીને લઇને વકીલ રાહુલ મેહરાએ સવાલ ઉઠાવ્યા હતા, તેમણે કહ્યુ કે ઉપરાજ્યપાલ વગર દિલ્હી સરકારની સલાહથી પોલીસ પૈરવી કરી શકતી નથી. આ નિયમની વિરૂદ્ધ છે. તુષાર મેહતાએ માંગ કરી કે કેન્દ્રને પણ આ મામલે પક્ષકાર બનાવવામાં આવવા જોઇએ અને સુનાવણી કાલે રાખવાની વાત કહી પરંતુ જસ્ટિસ મુરલીધર સુનાવણી ટાળવાના મૂડમાં નહતા.

દિલ્હી હાઇકોર્ટમાં કોર્ટ રૂમની અંદર કપિલ મિશ્રાના ભાષણનો વીડિયો ચલાવવામાં આવ્યો હતો. કોર્ટે તેની માટે આદેશ આપ્યા હતા. આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણ કે કોર્ટમાં હાજર SG અને DCPનું કહેવુ હતું કે તેમણે કપિલ મિશ્રાના ભાષણની વીડિયો ક્લિપ નથી જોઇ. કોર્ટે પોલીસને કહ્યુ કે, તેના અધિકારીની ઓળખ કરવામાં આવે જે ભાષણ સમયે કપિલ મિશ્રા સાથે ઉભો હતો. કોર્ટે SGને કહ્યુ કે તે ભાજપના નેતાઓ વિરૂદ્ધ FIRને લઇને માંગ પર પોલીસ કમિશનરને સલાહ આપે.

કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસ કમિશનર તમામ વીડિયો જોશે અને ગુરૂવારે જવાબ આપશે. હેટ સ્પીચને લઇને તમામ વીડિયો જોયા બાદ દિલ્હી પોલીસ કમિશનર તરફથી હાઇકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવામાં આવશે. હાઇકોર્ટ ગુરૂવાર બપોરે 2:15 વાગ્યે પોલીસનો જવાબ સાંભળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.