Western Times News

Gujarati News

આપણાં દેશના શ્રમિકોના પંચોતેર ટકા ધરતી પર કામ કરે છે જેનું નામ છે કિસાન !!

File

ખેડૂત, ખેતી, પાણી અને ગરીબી દેશ માટેના પ્રાણ પ્રશ્ન છે – નહીં કે ગુગલ, ઓન-લાઇન, પેટેમ, કે એટીએમ કે વનટાઇમ પાસવર્ડ ! આ રોટી કે રોજી નહીં આપે ! વધતી જતી ગરીબીનો ગભરાટ નેતાઓ સમજે તો સારુ

ખેતી એ આપણાં દેશનો પ્રાણ છે અને ખેડૂત આ બાબતે ભીંસાતો-પીડાતો-શ્રમિક-દેશનો હીરો પ્રાણની આહૂતી આપી દે છે !

૧૯૪૭માં ચૌધરી ચરણસિંહે જમીનદારી ઉન્મૂલ વિષે પ્રથમ પુસ્તક લખ્યું જેનું નામ છે ઃ ‘ભારતની આર્થિક દુર્દશા – એનું નિદાન અને ચિકિત્સા !

“ચાલો… આપણે સૌ સાથે મળીને આતંકવાદને ખતમ કરીએ !”- આ સ્લોગન, છેલ્લા ઘણાં વર્ષોથી દેશ-પરદેશમાં ઘણાં દેશોના પ્રધાનમંત્રીઓના સંમેલનોમાં આપણા પ્રધાનમંત્રી – આ મુદ્દા ઉપર ખૂબ જ મહત્વ આપે છે ! પણ પ્રશ્ન એ થાય છે કે આપણાં દેશમાં જ્યારે જ્યારે આતંકવાદીઓ એ હુમલા કર્યા છે ત્યારે ત્યારે કયા દેશના ફૌજી સૈનિક આતંકવાદને નાથવા સાથે મળીને આપણે ત્યાં આવ્યા છે ?.. હવે જ્યારે વર્ષ ૨૦૧૯ના નિર્વાચન સમયે જાશભેર પ્રચાર ચાલતો હતો ત્યારે તમામ પક્ષો એક મુદ્દા ઉપર ભાર મૂકતાં – એ મુદ્દા નો હીરો છે ‘કિસાન’-…‘ખેડૂત’ પ્રત્યેક ઉમેદવાર ‘ખેડૂત’ માટે બધું જ કરી છૂટવાની વાત કરતો હતો અને આપણે જાઇ રહ્યાં છીએ કે મહારાષ્ટ્ર, તેલંગણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા ચોંકાવનારી બની રહી. ખેતી એ આપણાં દેશનો પ્રાણ છે અને ખેડૂત આ બાબતે ભીંસાતો-પીડાતો-શ્રમિક-દેશનો હીરો પ્રાણની આહૂતી આપી દે છે તેવા સમયે ૧૯૬૦ના દશકામાં ઉત્તરપ્રદેશના એક કૃષિ મંત્રીની યાદ આવી જાય છે ! ઉત્તર ભારતમાં જાટો માટે કહેવાય છે કે જાટ આંગળીઓથી રોટી તોડતો નથી, એ મુઠ્ઠીથી રોટી તોડે છે એવા એક જાટ માણસ કૃષિમંત્રી હતા જેમણે ભષ્ટ્રાચારથી ખદબદતા ૨૭૦૦૦ (સત્તાવીસ હજાર) પટવારીઓને કલમના એક ઝાટકે ડિસમિસ કરી નાખ્યા હતા.

આ માણસનું નામ ચૌધરી ચરણસિંહ કે જે જુલાઇ ૨૮, ૧૯૭૯ થી ઓગસ્ટ ૨૦,૧૯૭૯ સુધી ભારતનો પ્રથમ કિસાનમંત્રી અને પાંચમા પ્રધાનમંત્રી બન્યા હતા. સ્પેનનો ફ્રાંકો કે યુગોસ્વાવિયાનો ટીટો ખૂબ લાંબા સમય સુધી બીમાર રહ્યા પછી મર્યા ત્યારે પશ્ચિમના અખબારોએ એમને મર્દ કર્યા – મૃત્યુ સામે પણ ઝૂઝનારા મર્દ ! ચરણસિંહને ૮૫ મે વર્ષે પેરેલિસિસનો સ્ટ્રોક આવ્યો.. અરે આ જાટ કિસાન ૨૯ નવેમ્બર-૧૯૮૫એ થયેલા લકવા પછી દોઢ વર્ષ જીવ્યો- એમનો અંત આવ્યો મે ૨૯,૧૯૮૭ની રાત્રે ૨.૩૫ મિનિટે ! પણ… કોઇ જ અંગ્રેજી અખબારે આ જાટને મર્દ કર્યા નથી !! એક અંગ્રેજી સાપ્તાહિકે તો ચરણસિંહનો ફોટો કવરપેજ ઉપર છાપીને લખ્યું હતું કે આ માણસ, જેને નફરત કરવાની મજા આવે છે !! મને ચૌધરી ચરણસિંહ માટે માન હતું. આ લખવામાં ખતરો છે ! પિતા ચૌધરી મીરસિંહ અને માતા નેત્રકૌર એક છપ્પર (ઝૂંપડા)માં રહેતાં હતા. ૧૯૦૨માં ચરણસિંહ જન્મ્યા, ગામડાની સ્કૂલમાં એ ભણ્યા, મેરઠ જઇને મેટ્રિક કર્યુ, આગ્રાથી બી.એસ.સી. અને પછી ઇતિહાસમાં એમ.એ. થયા, ત્યારબાદ એલ.એલ.બી. ભણીને ગાઝિયાબાદમાં દીવાની પ્રેક્ટીસ શરૂ કરી.

આર્યસમાજી ચરણસિંહ ગાયત્રી દેવીને પરણ્યા અને એમનો દીકરો અમેરિકામાં દસવર્ષ રહીં ત્યાં કોમ્પ્યુટર સાયન્સનું ભણ્યો હતો. ચરણસિંહ અર્થશા†ની બાબતમાં ગાંધીવાદી વિચારધારાના સમર્થક હતાં ! ગામડાને અર્થકરણનું કેન્દ્ર બનાવવું જાઇએ, અને શહેરો પરનું દબાણ હટાવવું જાઇએ – એમનું માનવું હતું કે નહેરુ એ સૌથી મોટી ભૂલ એ કરી હતી કે કૃષિ કરતાં ઉદ્યોગને વધારે મહત્વ આપ્યું હતું.! આ દેશના શ્રમિકોના ૭૫ ટકા ધરતી પર કામ કરે છે માટે બેકારીનો હલ ધરતીના શ્રમિકોથી શરૂ થવો જાઇએ એવું એ માનતા હતા. સન ૫૦ના દશકામાં નેપાળના રાજાએ નેપાળને ભારતમાં સમાવી લેવાની ઓફર કરી હતી પણ નહેરુએ એનો અસ્વીકાર કર્યો હતો એ પણ નહેરુની વિદેશનીતિની મોટી નિષ્ફળતાનું પરિણામ બની રહ્યું ! ચરણસિંહે એ કહ્યું છે કે નહેરુને આ દેશનું નામ ભારત કે હિંદુસ્તાન એમના કાનોને ગમતું ન હતું એટલે ઇન્ડિયા ઉમેરવું પડ્યું અને ચાલુ રાખવું પડ્યું ! ચરણસિંહ હિંદુસ્તાનના ગામડાનો સામાન્ય કિસાન જે કપડાં પહેરે અને જે રીતે જીવે અને જે ભાષા બોલે એ રીતે જીવ્યા ! ખટિયા પર બેસીને ગામડિયાઓથી વાતો કરવી એ એમનું ચિત્ર છે !! ખરેખર ચરણસિંહ જડ, ભોટ કે ગંવાર નહતા – જેટલા વિપરીત અંગ્રેજી અખબારોએ એમને ચીતર્યા હતા ! ૧૯૪૭માં ચરણસિંહે જમીનદારી ઉન્મૂલ વિષે પ્રથમ પુસ્તક
લખ્યું.

એમનું એક પ્રસિધ્ધ પુસ્તક છે ઃ “ભારતની આર્થિક દુર્દશા – એનું નિદાન અને ચિકિત્સા !” આ પુસ્તકમાં ચરણસિંહના વિચારોની ગરિમા જાવા મળે છે. વિનોબાભાવે કે રામ મનોહર લોહિયા કે એમ.એન. રોયની જેમ ચૌધરી ચરણસિંહના ગ્રામીણ અર્થશા† વિષયક વિચારોનો પણ ગંભીરતાથી અભ્યાસ થવો જાઇએ! બહુ ઓછા નેતાઓ ઉત્તરની આમ જનતામાં ચરણસિંહ જેટલા લોકપ્રિય હતા! આ દેશના ખેડૂતો આ માણસને સમજતાં હતા અને આ માણસ દેશનાં ખેડૂતોને બરાબર સમજતાં હતા! કિસાનોના એ ફરિશ્તાના રોલમાં હતા..!!! આજના સમયના સંદર્ભે દેશ માટે ‘ખેડૂત’, અને દેશ માટે ‘ગરીબી’ એજ પ્રાણ પ્રશ્ન હોવા જાઇએ – આતંકવાદનો પ્રશ્ન દેશની ‘મીલીટરી’ને સર્વ હક્ક સ્વાધીનની જેમ સોંપી દેવો જાઇએ ! ‘ખેડૂત’, ખેતી-પાણી-ગરીબી આજ ભારતના કૂટપ્રશ્નો છે સાહેબ નહીં કે ગુગલ, ઓન-લાઇન, પેટેમ કે એટીએમ કે વનટાઇમ પાસવર્ડ !! આ રોટી કે રોજી નહીં આપે ! વધતી જતી ગરીબીનો ગભરાટ નેતાઓ સમજે તો સારું ! અનાજનો આધાર ખેડૂત છે અને તેની આત્મહત્યા એ દેશની સમગ્ર જનતા માટે લાંછન છે !

ખીડકીઃ  ‘પધારો મ્હારે ભારત’… અમારા ભારતમાં જીભથી કવર ચોંટાડવા જાઇએ તો કવર ક્યારેય ચોટતું નથી ! અમારા ભારતમાં ઉપરના ફ્લેટવાળી મહિલાની સાડી મારા સોફા પર બેઠા બેઠા મારી બાલ્કનીમાંથી જાઇ શકાય છે !
અમારા ભારતમાં ગલી કે રસ્તાને મ્યુનિસિપાલીટી દર ત્રીજા વર્ષે એક નવું નામ આપે છે ! લગ્નસરાના દિવસોમાં એક છકડામાં ૨૭ માણસો બેસાડી શકનાર ડ્રાઇવરને જજ છોડી દે છે અને શાબાશી આપે છે કે તું જિનીયસ છે ! અમારા ભારતમાં બસમાંથી બકારી કરવી, રીક્ષામાંથી થૂંકવું, રાજભવનની સામે મૂતરવા બેસવું, શેરબજારની બહાર પાનની પિચકારી મારવી, ગાંધીમાર્ગ પર ઊભા રહીને મા-બહેનની ગાળો બોલવી, ફૂટપાથ પરની રેલીંગ પર ફાટેલા ધાધરા સૂકવવા વગેરે માટે પોલીસ જરાયે હેરાન નથી કરતી ! દુનિયાભરમાં ઉદ્યોગપતિઓ ઉત્પાદન વધારીને ધનિક (માલદાર) બને છે ! પણ અમારા ભારતમાં ઉદ્યોગપતિઓ ઉત્પાદન ઘટાડી તંત્રી ઉભી કરીને ધનીક બની શકે છે! વહેલી સવારે ઝંપડપટ્ટીના સમૂહ શૌચાલયો પાસેથી પસાર થતાં ‘સારે જહાં સે અચ્ચા…

હિંદુસ્તાન હમારા’ ગાયન વાગતું સંભળાય છે ! સાધુ-બાવાઓ- યોગીઓ ત્યાગ અને તપસ્યા અને અપરીગ્રહની વાતો કરીને હેલીકોપ્ટરમાં લંચ લેવા જઇ શકે છે ! ભારતનું ભવિષ્ય હવે પહેલાં જેવું બ્લેક એન્ડ વ્હાઇટ નથી રહ્યું !અથ્રમતાને લીધે થતી હાનિ અને વિલંબને લીધે થતો ભાવ વધારો કે જેને લીધે દેશ અંદરથી ખવાઇ જાય છે! વાસ્તવમાં આપણા ભારતનું આજ પ્રાથમીક લક્ષ્ય હોવું જાઇએ જે અદ્રશ્ય છે કારણ કે ઉધઇની જેમ અંદરથી ફોલાતુ જાય છે માટે દેખાતું નથી !! દેશની ગરીબ પ્રજા પ્રગતિના મૃગજળને કેવી રીતે સમજે ?- એમાં બહુ આશ્ચર્ય ન થવું જાઇએ ! હસી કાઢવું જાઇએ જેમ રાજકીય નેતાઓ હસી લે છે તેમ…!!!

સ્ફોટકઃ  આજના માહોલમાં વિચાર જ નહીં પણ સમય પણ થીજી ગયો છે ! આપણાં જાબ -માર્કેટની ગળાકાપ સ્પર્ધામાં આ ચાલે નહીં ! અને હા.. કિસાન તું ચિંતા ન કર..! ચિંતાને હરાવવા માટે તો ઇશ્વરે મૃત્યુ પેદા કર્યું છે… પણ મૃત્યુને અભિમાન થઇ ગયું…. તેથી જ મૃત્યુ ને હરાવવા માટે તો ઇશ્વરે અમરત્વ સર્જ્યું છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.