Western Times News

Gujarati News

વનડે બાદ ટેસ્ટમાં ભારતના સુપડા સાફ થતા નારાજગી

ક્રાઇસ્ટચર્ચ: ન્યુઝીલેન્ડના હાથે વનડે શ્રેણી બાદ હવે ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતના સુપડા સાફ થઇ ગયા છે. ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની આજે હાર થઇ હતી. ભારતીય ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૨૪ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો જુમલો પૈકી એક તરીકે છે. ભારત તરફથી બીજા દાવમાં તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને બોલ્ટે જારદાર તરખાટ મચાવી દીધો હતો. ટીમ સાઉથીએ ૩૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે ૨૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.


ભારતીય ટીમ માત્ર ૧૨૪ રનમાં ઓલઆઉટ થઇ જતા તમામ ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. જીતવા માટેના ૧૩૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. ન્યુઝીલેન્ડ તરફથી લાથમે ૫૨ અને બ્લન્ડેલે ૫૫ રન કર્યા હતા. ભારતીય ટીમ શ્રેણીમાં બંને ટેસ્ટમાં ટોસ હારી ગઇ હતી. જેથીસ મેચ પણ ગુમાવી દીધી છે. ટોસ ગુમાવી દીધા બાદ આ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ. મેચ બાદ કોહલી ભારે નારાજ દેખાયો હતો. ગઇકાલે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેના બીજા દાવમાં છ વિકેટે ૯૦ રન કર્યા હતા. ગઇકાલના સ્કોરથી આગળ રમતા ટીમ ઈન્ડિયાએ જારદાર બેટિંગ કરવામાં સફળતા મેળવી ન હતી. ભારતીય ટીમ તરફથી આજે કોહલી ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. કેપ્ટન કોહલી માત્ર ૧૪ રન કરીને આઉટ થયો હતો. પ્રથમ દિવસે ભારતીય ટીમનો જારદાર ધબડકો થયો હતો. બીજા દિવસે પણ ભારતીય ટીમ ફ્લોપ રહી હતી.

આજે ત્રીજા દિવસે માત્ર ૧૨૪ રનમાં ટીમ ઈન્ડિયા આઉટ થઇ ગઇ હતી. આ ટેસ્ટમાં બોલરો મુખ્ય રીતે છવાયેલા રહ્યા હતા. વિશ્વમાં સૌથી શક્તિશાળી  બેટીંગ લાઈન ધરાવતી ભારતીય ટીમ પ્રથમ દિવસે માત્ર ૨૪૨ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે બીજા દાવમાં ભારતીય ટીમ માત્ર ૧૨૪ રન કરીને આઉટ થઇ હતી. ન્યૂઝિલેન્ડને છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૩-૦થી હાર આપી હતી. પહેલા ટ્‌વેન્ટી શ્રેણી ભારતે ક્લિનસ્વીપ કરીને જીતી હતી.

ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે વન ડે શ્રેણી ક્લિનશીપ કરીને જીતી હતી. ભારતે ટ્‌વેન્ટી શ્રેણી ૫-૦થી જીતી હતી. જ્યારે ન્યૂઝિલેન્ડે વન ડે શ્રેણી ૩-૦થી જીતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વેલિંગ્ટનમા રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની કારમી હાર થતા કરોડો ચાહકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતીય ટીમ ૧૦ વિકેટે હારી ગઇ હતી. ભારતને ટેસ્ટ મેચમાં છેલ્લી હાર વર્ષ ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયાની સામે પર્થમાં મળી હતી.

ભારતીય ટીમની હાર થતા લાખો ચાહકો નિરાશ થયા હતા.ન્યુઝીલેન્ડે તેની ૧૦૦મી ટેસ્ટ જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડે ભારતની સામે તેની સૌથી મોટી જીત પૈકી એક જીત મેળવી હતી. મેચમાં શાનદાર દેખાવ કરવા બદલ ટીમ સાઉથીની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. કાયલી જેમિસને પ્રથમ ટેસ્ટ મેચમાં જ જારદાર દેખાવ કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.