Western Times News

Gujarati News

ભારતમાં રેડમી નોટ 9 પ્રો મેક્સ અને રેડમી નોટ 9 આંતરરાષ્ટ્રીય સ્તરે લોંચ

બેંગાલુરુ, ભારતની નંબર 1 સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમીએ આજે ભારતમાં પહેલી વાર એની રેડમી નોટ સીરિઝનાં સ્માર્ટફોનની નવમી જનરેશન લોંચ કરવાની જાહેરાત કરી હતી. રેડમી નોટ 9 પ્રો સીરિઝ ઇસરોની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavICને સપોર્ટ કરે છે.

 શાઓમી ઇન્ડિયાનાં ચીફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ કહ્યું હતું કે, રેડમી નોટ સીરિઝ દરેક માટે નવીનતા માટે પથપ્રદર્શક છે. રેડમી નોટ 8 સીરિઝ રેડમી નોટનાં વારસાને જાળવવા નવા માપદંડો સ્થાપિત કરશે અને સૌથી વધુ માગ ધરાવતી સીરિઝ પૈકીની એક તરીકે પરિવર્તન લાવશે. વર્ષ 2019માં રેડમી નોટ 8 પ્રો ભારતનો નંબર 1 ક્વેડ કેમેરા સ્માર્ટફોન અને રેડમી નોટ 8 આંતરરાષ્ટ્રીય સ્તરે નંબર 1 એન્ડ્રોઇડ સ્માર્ટફોન બન્યો હતો.

 તેમણે ઉમેર્યું હતું કે, અમે ખાસ કરીને રેડમી નોટ 9 પ્રો મેક્સને લઈને ખુશ છીએ, કારણ કે અમે એના સેગમેન્ટમાં હાર્ડવેર અને સોફ્ટવેરમાં નવીનતાનાં નવા માપદંડો સ્થાપિત કરીશું. અમને ઇસરો સાથે અમારી પાર્ટનરશિપ કરવા પર ગર્વ છે, જે અમને ભારતની અમારા મીનાં પ્રશંસકો અને ગ્રાહકોને ભારતની પ્રથમ નેવિગેશન સિસ્ટમ NavIC લાવવાની સુવિધા આપે છે. રેડમી નોટ 9 પ્રો સીરિઝ ખરાં અર્થમાં મીનાં પ્રશંસકો માટે બનાવવામાં આવ્યો છે અને અમને આશા છે કે, તેઓ ઔરા ડિઝાઇન, પ્રો કેમેરા અને મહત્તમ પર્ફોર્મન્સનો સુભગ સમન્વય કરશે, કારણ કે અમે વાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ ખાસિયતો લાવવાનું જાળવી રાખીશું.

ઔરા બેલેન્સ ડિઝાઇન-રેડમી નોટ 7 સીરિઝ સાથે પ્રસ્તુત ઔરા ડિઝાઇને રેડમી નોટ 9 પ્રો મેક્સ સાથે પરિવર્તનનો પવન ફૂંકશે. આ સંવર્ધિત ઔરા બેલેન્સ ડિઝાઇનની ખાસિયત ધરાવે છે. 16.9cm(6.67) FHD+ 20:9 સિનેમેટિક સ્ક્રીન સાથે Dot ડિસ્પ્લે સંપૂર્ણ અનુભવ આપશે અને આગળની બાજુએ ઇન-ડિસ્પ્લે કેમેરા નોચને દૂર કરીને રેડમીનાં અત્યાર સુધીનાં સ્માર્ટફોનમાં સૌથી મોટી ડિસ્પ્લે આપશે.

 પાછળની બાજુએ ક્વેડ કેમેરા છે, જે ગ્લાસ બેક પર છે અને એની ચોરસ ડિઝાઇન તમામ લેન્સમાં શ્રેષ્ઠ વ્યૂ મેળવવા સક્ષમ બનાવે છે, ખાસ કરીને જ્યારે લેન્સને સ્વિચ કરો, ત્યારે ઓછામાં ઓછું શિફ્ટિંગ થાય છે.

 યુઝરને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા રેડમી નોટ 9 પ્રો મેક્સ ઝેડ-એક્સિસ લીનિયર વાઇબ્રેશન મોટરની ખાસિયત પણ ધરાવે છે, જે એને આ સેગમેન્ટમાં આ ખાસિયત ધરાવતું એકમાત્ર ડિવાઇઝ બનાવે છે. ઝેડ-એક્સિસ લીનિયર મોટર ફ્લેગશિપ જેવો હેપ્ટિક અનુભવ મેળવવા સક્ષમ બનાવે છે, જે તમામ યુઆઈમાં 150થી વધારે કસ્ટમ વાઇબ્રેશન પેટર્ન્સ ધરાવે છે.

પર્ફોર્મન્સ- નવો રેડમી નોટ 9 પ્રો મેક્સ પર્ફોર્મન્સ પર કેન્દ્રીત ક્વાલકોમ® સ્નેપડ્રેગન™ 720G ધરાવે છે, જે 8એમએમની ચિપસેટ છે, જેમાં કસ્ટમ ક્રાયો આર્કિટેક્ચર છે. આ 8 ક્રાયો™ 465 કોર (2 x ગોલ્ડ – કોર્ટેક્સ A76 2.3 GHz પર + 6 x સિલ્વર – 1.8 GHz પર કોર્ટેક્સ A55), જે સ્નેપડ્રેગન™ એલાઇટ ગેમિંગ સાથે 750 મેગાહર્ટ્ઝ પર એડ્રીનો 618 GPU ધરાવે છે. ગેમિંગ અને પર્ફોર્મન્સને વધારવા ડિવાઇઝ 2×2 MIMO વાઇફાઈ ધરાવે છે, જે બેટર લેટન્સી, કવરેજ અને કોલ ક્લેરિટી દ્વારા 2X સુધી સક્ષમ છે.

શાઓમીની ઇસરો અને ક્વાલકોમ ટેકનોલોજીસ સાથેની ગાઢ પાર્ટનરશિપને પરિણામે એણે નેવિગેશનલ ટેકનોલોજી NavIC તરફ હરણફાળ ભરી છે, જેને ક્વાલકોમ® સ્નેપડ્રેગન™ 720Gનો સપોર્ટ ધરાવે છે. NavIC એ ઇસરોની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે, જે આખા ભારતમાં ઓછા TTF (ટાઇમ ટૂ ફિક્સ) અને વધારે સચોટતા આપે છે તેમજ ભારતીય ઉપખંડમાં 1500 કિલોમીટર સુધી સચોટ પર્ફોર્મન્સ આપે છે.

જ્યારે રેડમી નોટ 9 પ્રો મેક્સની ખાસિયત 5020mAhની બેટરી છે, ત્યારે એની સ્લિમ પ્રોફાઇલ જળવાઈ રહી છે. રેડમી નોટ 9 પ્રો મેક્સ બોક્ષમાં 33Wનાં ફાસ્ટ ચાર્જર સાથે આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.