Western Times News

Gujarati News

2020 ફોર્ટ એન્ડીવરનું BS-VIમાં આગમન: રૂ. 29.55 લાખથી શરૂ થતી કિંમત

ફોર્ડ ઈન્ડિયા દ્વારા નવું 2.0 લિટર ઈકોબ્લુ એન્જિન અને દુનિયામાં સૌપ્રથમ 10 સ્પીડ- ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 2020 એન્ડીવર રજૂ કરવામાં આવી હતી, જેની આરંભિક કિંમત રૂ. 29.55 લાખથી શરૂ થશે.

બેજોડ ઓફફ- રોડિંગ ક્ષમતાઓ, આશ્ચર્યજનક રીતે એફોર્ડેબલ સર્વિસ ખર્ચ અને ઈંધણ કાર્યક્ષમતામાં 14 ટકા સુધી સુધારણાનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરતાં 2020 ફોર્ડ એન્ડીવર ભારતમાં પ્રીમિયમ એસયુવી માટે નવું સીમાચિહન સ્થાપિત કરશે.

2020 એન્ડીવરની આરંભિક કિંમત 30 એપ્રિલ, 2020 સુધી જ લાગુ રહેશે, જે પછી એક્સ- શોરૂમ કિંમતોમાં રૂ. 70,000થી વધુ વધારો થશે. 30 એપ્રિલ સુધી કાર બુક કરનારા બધા ગ્રાહકોને આકર્ષક આરંભિક કિંમતનો લાભ થશે.

એન્ડીવર ભારતમાં સૌથી વહાલી એસયુવીમાંથી એક છે અને ઉદ્યોગની મંદીને મારવા અને વોલ્યુમ તેમ જ ઉત્તમ બજાર હિસ્સાની 2019માં વૃદ્ધિની દષ્ટિથી તેના સેગમેન્ટમાં આ પ્રકારનું એકમાત્ર વાહન છે, એમ ફોર્ડ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું હતું.

2020 એન્ડીવર સાથે અમે અભૂતપૂર્વ ક્ષમતાઓ અને કક્ષામાં ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા સાથે બંને વિશ્વનું શ્રેષ્ઠતમ જોડતી પ્રોડક્ટ આપી રહ્યા છીએ અને તેથી એસયુવીના ગ્રાહકો અપેક્ષા રાખે તેનાથી વધુ પ્રદાન કરી રહ્યા છીએ. બહેતર મૂલ્ય પરિમાણ સાથે અમને વિશ્વાસ છે કે એન્ડીવર સેંકડો નવા ગ્રાહકો માટે પસંદગીની એસયુવી બનશે.

ડીઝલ પરિવર્તનકારી
સંપૂર્ણ નવું ફોર્ડ 2.0 લિટર ઈકો બ્લુ એન્જિન

2020 ફોર્ડ એન્ડીવરના હાર્દમાં આધુનિક નવું 2.0 લિ. ઈકોબ્લુ ડીઝલ એન્જિન છે, જે ઈંધણ કાર્યક્ષમતા, કામગીરી અને રિફાઈનમેન્ટનું બેજોડ પેકેજ પ્રદાન કરે છે.

ભારત સ્ટેજ VI અભિમુખ એન્જિન ઘટતા ઉત્સર્જન સાથે વધુ ઈંધણ કાર્યક્ષમ રહેશે. ઈકોબ્લુ એન્જિન એન્ડીવરનું સીમાચિહન ડ્રાઈવ કરવાની મોજની વિશ્વસનીયતાનો વારસો ચાલુ રાખતાં 170 પીએસ પાવર અને 420 એનએમ પીક ટોર્ક પ્રદાન કરે છે. 4×2 ડ્રાઈવલાઈન સાથે ઈકોબ્લુ એન્જિન પ્રતિકલાક 13.90 કિમી અને 4×4 પ્રકાર પ્રતિકલાક 12.4 કિમીની અભૂતપૂર્વ ઈંધણ કાર્યક્ષમતા સાથે સેગમેન્ટમાં શ્રેષ્ઠતમ પાછું લાવશે, જેનાથી ઈંધણ કાર્યક્ષમતામાં 14 ટકા સુધી સુધારણાનો ગ્રાહકોને લાભ મળશે.

અસાધારણ નાવીન્યતાઓ;  સિલેક્ટશિફ્ટ®  સાથે 10- સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન
2020 ફોર્ડ એન્ડીવર 10- સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પ્રદાન કરનાર ભારતમાં એકમાત્ર અને દુનિયામાં ગમે ત્યાં અનોખું વાહન છે, જે સર્વ ડ્રાઈવિંગની સ્થિતિઓમાં પ્રતિસાદાત્મક, ઝડપ પ્રદાન કરવા સાથે આસાન એક્સિલરેશન આપે છે. 10 સ્પીડ આર્કિટેક્ચર સહજ એક્સિલરેશન પ્રતિસાદ આપતાં ગિયરો વચ્ચે ઉપલબ્ધ પાવર અને એક્સિલરેશનમાં અંતર ઓછું કરે છે.

પ્રોગ્રેસિવ રેન્જ સિલેક્ટ અથવા સિલેક્ટશિફ્ટ®  2020 ફોર્ડ એન્ડીવરમાં સેગમેન્ટ માટે વધુ એક પહેલ છે. નાવીન્યપૂર્ણ વિશિષ્ટતાઓ ડ્રાઈવરોને લપસણા રસ્તાઓ અથવા ઢળાણવાળી ઓફફ- રોડિંગ સ્થિતિઓ જેવી ખાસ કરીને પડકારજનક ડ્રાઈવિંગની સ્થિતિઓમાં સહભાગી અને વધુ નિયંત્રિત ડ્રાઈવ અનુભવ પ્રદાન કરતી ઈચ્છિત શ્રેણીમાં ગિયરોને લોક કરવાની ક્ષમતા આપે છે.

કનેક્ટિવિટીની નવી વ્યાખ્યા ફોર્ડ પાસTM આકર્ષક આરંભિક કિંમત ઉપરાંત 2020 એન્ડીવર કોઈ પણ વધારાના ખર્ચ વિના ફોર્ડની વૈશ્વિક નામાંકિત મોબિલિટી અને કનેક્ટિવિટી નિવારણ ફોર્ડપાસTM ઓફર કરશે.

ફોર્ડ એન્ડીવરના માલિકો સેંકડો વાહન કામગીરીઓ પાર પાડી શકશે, જેમ કે, વાહન સ્ટાર્ટ, સ્ટોપ, લોક અને અનલોક કરવું, બાકી ઈંધણની સપાટી અને અંતર અને વાહન લોકેટ કરવાનું ફોર્ડપાસTM એપ થકી રિમોટથી જાણી શકશે. 2020 ફોર્ડ એન્ડીવરના બધા પ્રકાર ફેક્ટરી- ફિટેડ, ક્લાઉડ- કનેક્ટેડ ડિવાઈસ સાથે આવે છે, જે વાહનમાલિકોને ફોર્ડપાસTM સ્માર્ટફોન એપ્લિકેશન થકી અસલ સમયમાં સંદેશ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.