Western Times News

Latest News from Gujarat

હોન્ડા કાર્સ ઈન્ડિયા દ્વારા નવી WR-Vના પ્રિ-લોન્ચ બુકીંગની શરૂઆત

ભારતમાં પ્રીમિયમ કારના અગ્રણી નિર્માતા હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ. WR-Vદ્વારા આજે તેમની આવનારી નવી ઉઇ-ફ કાર માટે પ્રિ-લોંચ બુકીંગની શરૂઆત કરવામાં આવી હતી. નવી ઉઇ-ફ આકર્ષક નવા ઈન્ટીરીયર્સ, એડવાન્સ્ડ ન્ઈડ્ઢ પેકેજ અને વધુ સુંદર ઈન્ટીરીયર્સથી સજ્જછે. નવી ઉઇ-ફ બીએસ-૬ સુસંગત પેટ્રોલ અને ડીઝલ પાવર ટ્રેઈન્સથી સજ્જ હશે. દેશભરમાં તમામ અધિકૃત WR-V ડીલરશીપ્સ ખાતે રૂ।. ૨૧,૦૦૦ની રકમ પર તેને પહેલેથી બુક કરાવી શકાય છે.

સુંદર નવી ફ્રન્ટ ગ્રીલ, ઈન્ટીગ્રેટેડ  અને પોઝીશન લેમ્પ સાથે એડવાન્સ્ડ ન્ઈડ્ઢ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ એડવાન્સ્ડ ન્ઈડ્ઢ ફ્રન્ટ ફોગ લેમ્પ અને એડવાન્સ્ડ ન્ઈડ્ઢ રીયર કોમ્બિનેશન લેમ્પ સહિત અનેક નવી વિશિષ્ટતાઓ સાથે બાહ્ય દેખાવમાં પ્રભાવશાળી બદલાવ સાથે નવી હોન્ડા ઉઇ-ફ નવા ગ્રાહકોને લોભાવવા માટે તૈયાર છે.

હોન્ડા ઉઇ-ફ પ્રીમિયમ સ્પોર્ટી લાઈફસ્ટાઈલ કાર છે જે હોન્ડાની વૈશ્વિક સફળતાપ્રાપ્ત જાઝ પ્લેટફોર્મ પર આધારીત છે. સૌપ્રથમ ભારતમાં માર્ચ ૨૦૧૭માં પ્રસ્તુત, હોન્ડા ઉઇ-ફ ગ્રાહકોને સ્પોર્ટી અને શાનદાર બાહ્ય ડિઝાઈન, એડવાન્સ્ડ ઉપકરણ સાથેના પ્રીમિયમ મોકળાશભર્યા ઈન્ટિરીયર્સ, શક્તિશાળી પ્રદર્શન, બેહતર ઉર્જાબચત અને અત્યાધુનિક સેફ્‌ટી ફીચર્સનું સર્વોત્તમ સંતુલન રજૂ કરે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers