Western Times News

Gujarati News

બાયડના  જુના ઉટરડાનું પ્રખ્યાત દીપેશ્વરી મંદિર  કોરાનાના લીધે  બંધ રાખવાનો નિર્ણય કરાયો   

ભાવિ ભક્તોને જણાવવાનું કે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જુના ઉંટરડા ગામે દીપેશ્વરી માતા નું પ્રખ્યાત મંદિર આવેલ છે અને અહીંયા પૂનમ, રવિવાર તેમજ વાર તહેવારના પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે,

જેથી સર્વે હરિભક્તો ને જણાવવાનું કે  તા. 19/03/2020 થી તા.29/03/2020 સુધી  દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે તથા ભોજનાલય અને ધર્મશાળા પણ બંધ રહેશે તેમજ  પગપાળા સંઘ કે શોભાયાત્રા લઈ કોઈએ આવવું નહીં, મંદિર પરિસરમાં પાંચ કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં, આ દરેક શ્રદ્ધાળુ એ નોંધ લેવી. માં દિપેશ્વરી આપ બધાને તંદુરસ્તી આપે અને આપ ખૂબ પ્રગતિ કરો તેવી ટ્રસ્ટીગણ વતી માં દિપેશ્વરી ને પ્રાર્થના અને ભાવિ ભક્તો ને વિનંતી કે આ નોંધ ને ધ્યાનમાં લઈ તેનો કડક અમલ કરવા સહકાર આપવા સર્વેને વિનંતી.

લી. શ્રી દિપેશ્વરી વહીવટી મંડળ જુના ઉંટરડા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.