Western Times News

Gujarati News

સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસા દ્વારા માસ્ક અને સેનેટાઇઝર વિતરણ કરાયું

 મોડાસા:  પ્રવર્તમાન કોરોના વાયરસ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સલામતી સંદર્ભે સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસાના એન.એસ.એસ. અને એન.સી.સી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને શ્રી એમ કે શાહ (લાટી વાળા) કોલેજ ના ઉપક્રમે મ. લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કેમ્પસના ચોકીદારો અને સેવક ભાઈઓ ને માસ્ક અને સેનેટાઇઝર વિતરણ પ્રભારી મંત્રી શ્રી સુરેન્દ્રભાઇ શાહ, પ્રિન્સિપાલ કે.પી.પટેલ,ડૉ.એસ. ડી. વેદિયા, ડૉ એમ.એસ. જાંગીડ, ડૉ.એચ.એસ.ખરાડી પ્રા.વેકરીયા, ચંદનબેન, બી.એન. ટી સર  દ્વારા કરવામાં આવ્યું. સર પી. ટી.સાયન્સ કોલેજ મોડાસાના રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળામાં કામેશભાઈ શાહ દ્વારા સેનેટાઇઝર બનાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ અને તેનું વિતરણ કરવામાં આવ્યું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.