Western Times News

Gujarati News

અનન્યા પાન્ડે પણ લોકપ્રિય થઇ: ઘણી ફિલ્મોની ઓફર

મુંબઇ, અનન્યા પાન્ડે હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તે એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી રહી છે. અનન્યા હાલમાં ઇશાન ખટ્ટર સાથે ખાલી પીલી નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મને ૧૨મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની કાર્તિક સાથે મિત્રતા પણ રહેલી છે. જા કે તે સિંગલ છે અને કોઇના પ્રેમમાં નથી. કાર્તિક સાથે તે હાલમાં એક ફિલ્મમાં નજરે પડી હતી. એવા હેવાલ પણ મળ્યા છે કે સારા અલી ખાન અને કાર્તિક વચ્ચે વધતી જતી મિત્રતાના કારણે અનન્યા પાન્ડે પરેશાન છે.

જો કે તે આવા હેવાલોને રદિયો આપે છે. સોર્સનુ કહેવુ છે કે સારા અને કાર્તિક છેલ્લા કેટલાક મહિનાથી બિલકુલ નજીક છે. અનન્યા પાન્ડે માટે તમામ બાબત સરળ નથી. અનન્યા અને કાર્તિક વચ્ચે સંબંધ વધારે જુના છે. બંને વચ્ચે કેટલાક મતભેદો રહ્યા છે. એમ માનવામાં આવે છે કે સારા અને કાર્તિક વચ્ચે મિત્રતાના કારણે હેરાન છે. કામની વાત કરવામાં આવે તો કહી શકાય છે કાર્તિક અને અનન્યા હાલમાં પતિ પÂત્ન અને વોની રીમેકમાં નજરે પડ્યા હતા. આ ફિલ્મ સરેરાશ સફળ રહી હતી. ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનેકર પણ હતી. અનન્યા સ્ટુડન્ટ ઓફ ધ યર-બે ફિલ્મ મારફતે બોલિવુડમાં આવી હતી. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફની ભૂમિકા હતી.ત સારા અને અનન્યા બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. આગામી દિવસોમાં કોઇ નવી વાત સપાટી પર આવે તેવી શક્યતા છે. ચન્કી પાન્ડેની પુત્રી અનન્યા આગામી દિવસોમાં અન્ય કેટલીક હિન્દી ફિલ્મો પણ સ્વીકારી રહી છે.બીજી બાજુ સારા અને કાર્તિક લવ આજકાલમાં છેલ્લી વખત સાથે દેખાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.