Western Times News

Gujarati News

હાટકેશ્વરમાં એપાર્ટમેન્ટની ટાંકી તૂટી પડતાં રહીશોએ ખુલ્લામાં રાત ગુજારી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ કોરોના વાયરસને પગલે તમામ નાગરીકોને ઘરમાં જ ભરાઈ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ હાટકેશ્વરમાં આવેલા એક એપાર્ટમેન્ટની જર્જરીત પાણીની ટાંકી મોડીરાત્રે ધડાકાભેર તૂટી પડતાં ફલેટના તમામ રહીશોને આખી રાત ખુલ્લામાં રહેવાની ફરજ પડી હતી.

હાટકેશ્વર સીટીએમ માર્ગ પર આવેલા એકતના એપાર્ટમેન્ટના મકાનો જર્જરીત હાલતમાં. જેનું રીડેવલપેમેન્ટનું ટેન્ડર લાંબા સમયથી બહાર પાડ્યુ હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી. જેના પગલં એપાર્ટમેન્ટ વધુને વધુ જર્જરીત થઈ રહ્યુ છે. આ પરિસ્થિતિમાં જનતા કર્ફ્યુના સમર્થનમાં એપાર્ટમેન્ટમાં રહીશો પોતાના ઘરમાં હતા ત્યારે ૧૦ નંબરના બ્લોક .પર આવેલી પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી. અને મકાનોમાં તિરોડો પડતા રહીશો બહાર દોડી આવ્ય્‌ હતા. અને રાતભર ઉજાગર કરી ખુલ્લામાં રહ્યા હતા. આ અંગે તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.