Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, દુબઇથી આવેલ શંકાસ્પદ વ્યક્તિ સારવાર હેઠળ છે

કોરોના વાઇરસ સંદર્ભે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી

(માહિતી બ્યુરો, પાલનપુર)  બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, દુબઇથી આવેલ એક વ્યક્તિ શંકાસ્પદ હોઇ પાલનપુર સીવીલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લઇ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દુબઇથી આવેલ શંકાસ્પદ વ્યક્તિને પાલનપુર સીવીલના આઇસોલેશન વોર્ડમાં બનાસ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પીટલના ર્ડાકટરશ્રીઓ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી એડવાઇઝરી પ્રમાણે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું છે. તેમણે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી.

કલેકટરશ્રીની મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, સીવીલ સર્જનશ્રી, નોડલ ઓફિસરશ્રી ર્ડા. એન.કે.ગર્ગ, ર્ડા. પાનસુરીયા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.