Western Times News

Gujarati News

મોટીઝરી  ગામે દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કરતાં ખેડૂત ગંભીર

દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી  ગામે દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કરતાં ખેડૂત ગંભીર રીતે ઘાયલ દીપડો નાળા ની અંદર ઘૂસી જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા  દીપડાનો રેસ્ક્યૂ કરવા જતા એક વનકર્મી ઘાયલ દીપડા ને પાંજરે પુરવાની માંગ

દાહોદ જિલ્લાના  દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે થોડા દિવસ અગાઉ એક ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે ગામનો અન્ય વધુ  એક ખેડૂત  ખેતરમાં પાણી વાળતો હતો ત્યારે જંગલ માંથી આવેલા દીપડાએ હુમલો કરતા ખેડૂત ને ગંભીર ઇજાઓ ખેડૂત ને હુમલો કર્યા પછી દીપડો નાળા માં ઘૂસ્યો દીપડા ને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા સાંજે દીપડા નું રેસ્ક્યૂ કરવા જતા એક વન કર્મી ઉપર દીપડાએ હુમલો કરી  જંગલ તરફ ભાગ્યો દીપડાને પાંજરે પુરવાની ઉઠી માંગ .

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે થોડા દિવસ અગાઉ જ એક ખેડૂત ખેતરમાં જતા દીપડા એ હુમલો કર્યો હતો અને કદાચ તે ખેડૂત ને દીપડાના હુમલા ના ઘાવ ભરાયાં નથી ત્યાં આજ તારીખ ૨૫/૦૩/૨૦૨૦ ના રોજ  તેજ ગામના ગળી ફળિયા માં રહેતા બળવંતભાઈ મોતીભાઈ પટેલ ઉંમર 40 ના પોતાના ખેતરમાં ઘઉં ની ખેતી કરેલી હોય અને ખેતરમાં પાણી મુકવા ગયેલા જ્યાં તેઓ ખેતરમાં પાણી વાળતા હતા

ત્યારે જંગલ માંથી આવેલા એક દીપડાએ બળવંતભાઈ ઉપર અચાનક હુમલો કરતા બળવંતભાઈ દીપડાના આ અચાનક હુમલાથી હેબતાઈ ગયેલા અને તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવતા બૂમાબૂમ કરતા દિપડો ત્યાંથી ભાગી ગયો હતો અને નજીકમાં રસ્તા ઉપર બનાવેલ એક નાળા માં આ દીપડો અંદર ઘુસી ગયો હતો જ્યારે દીપડાના હુમલામાં બળવંતભાઈ ને માથાના ભાગે ખભાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

જ્યારે દીપડો નાળા અંદર ઘુસ્યો છે તેવી જાણ ગ્રામજનોને તેમજ આસપાસ ના ગ્રામજનો ને વાયુ વેગે થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં દીપડાને જોવા ઉમટી પડ્યા હતા ત્યારે આ બનાવ અંગે સ્થાનિક વનવિભાગને જાણ કરતા બારીયા રેન્જના આર.એફ.ઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળ પર પહોંચી જઈ જે નાળામાં દીપડો ઘુસી ગયો હતો તે નાળા ને કોર્ડન કરી ગ્રામજનો ને ત્યાંથી દૂર ખસેડ્યા હતા ત્યારે અવારનવાર દીપડાના હુમલાથી ખેડૂતો આ પંથકમાં ભયભીત રહેતા હોય અને દીપડો જો માનવભક્ષી બને તે પહેલા આ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠવા પામી હતી

વનવિભાગ દ્વારા જે નાળામાં દીપડો ઘૂસ્યો હતો ત્યાં પાંજરું મુકવામાં આવ્યું હતું  અને આ દીપડાનું સાંજના સમયે રેસ્ક્યુ કરી તેને પાંજરે પૂરવાનો હોવાનું સ્થાનિક આર.એફ.ઓ એ જણાવ્યું હતું ત્યારે ત્યારે સાજે વનવિભાગ દ્વારા રેસ્ક્યું હાથ ધરાતા  દીપડો નાળામાંથી નીકળી સીધો છલાંગ મારી એક વન કર્મી ઉપર હુમલો કરી દીધો હતો જેને લઇ અન્ય વન વિભાગના કર્મીઓ દોડી આવતા દીપડો ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હતો અને વનકર્મીના હાથ ઉપર ઇજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યારે એક સપ્તાહના અંતરે દીપડાના બે  હુમલાથી પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે ત્યારે વનવિભાગ કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું ?

તસવીર:- દેવગઢ બારિયા તાલુકાના મોટી ઝરીગામે નાળામાંથી બહાર આવેલા દીપડાએ વનકર્મી ઉપર હુમલો કર્યો તે દ્રશ્યમાન થાય છે. (રિપોર્ટર,  મઝહર અલી મકરાણી, દેવગઢ બારિયા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.