Western Times News

Gujarati News

રામાયણ જોતો રાવણ : લોકડાઉનમાં રામાયણનો આનંદ લેતા પરિવારો ટીવી સામે ૯ વાગે ગોઠવાયા : ૯૦ના દશકા જેવો માહોલ

ઇડર :૯૦ ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. રસ્તા ખાલી થઇ જતા અને લોકો ઘરોમાં આ ઐતિહાસિક સીરિયલને જોવા માટે એકજૂથ થઇ જતા હતા દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું છે. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા ને ભગવાનની જેમ પૂજતા હતા તો રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા ઉંમરની આ સ્થિતિમાં હાલ અરવિંદ ત્રિવેદી મુંબઈમાં વધુમાં વધુ સમય ભક્તિ આરાધનામાં પસાર કરી રહ્યા છે શનિવારે ફરીથી ટેલિવિઝન પર રામાયણ પ્રસારિત થતા રાવણ પણ ટીવી સેટ સામે ગોઠવાઈ રામાયણ નિહાળી હતી

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદીએ રામાનંદ સાગરના રામાયણમાં પહાડ જેવું શરીર અને ગરજતા અવાજવાળા “રાવણ” નું પાત્ર ભજવી સમગ્ર વિશ્વમાં ખુબજ નામના મેળવી હતી હાલ અરવિંદ ત્રિવેદી મુંબઈ સ્થિત નિવૃત જીવન ગાળી રહ્યા છે જિંદગીના અંતિમ પડાવમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિને લઈને ટેલિવિઝન પર રામાયણ પ્રસાર થતા રાવણ ખુદ રામાયણ નિહાળવા મશગુલ અને ભાવવિભોર બન્યા હતા

શનિવારે લોકડાઉનની સ્થિતિમાં રામાયણ સીરિયલ ડીડી નેશનલ પર સવારે ૯ વાગે પ્રસારિત થતા વધુ એકવાર ૯૦ ના દશકા જેવો માહોલ જોવા મળ્યો હતો લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં પુરાઈ રહેલા પરિવારજનો ટેલિવિઝન સામે ઐતિહાસિક સિરિયલ રામાયણને નિહાળવા ગોઠવાઈ ગયા હતા રામાયણ સિરિયલ જોવા બાળકોમાં અને મોટેરાંઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં રામાયણ સિરિયલની માહિતી અને પ્રસારણ વિભાગે જાહેરાત કરતા જ સોશ્યિલ મીડિયામાં સરકારના પગલાંને આવકારતા અનેક મેસેજ વાઈરલ થયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.