Western Times News

Gujarati News

સંજેલીમાં કપરા સમયે કિન્નર સમાજે માનવતાની મહેક પ્રસરાવી

ફરજ બજાવતા કર્મચારીઓ જરૂરિયાત મંદોને જમવાની વ્યવસ્થા શરૂ કરાઇ. પ્રતિનિધિ સંજેલી 28 3 ફારૂક પટેલ
લોક ડાઉનને પગલે ગરીબ શ્રમજીવી પરિવારો કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે સંજેલી મા વસતા આવા પરિવારો માટે આવા પરિવારો તેમજ ફરજ બજાવતા કર્મચારીઓ માટે જમવાની વ્યવસ્થા કરી માનવતાની મહેક વરસાવી છે .

કારોના વાઈરસને પગલે દેશમાં લોક ડાઉન નો માહોલ વર્તાયો છે ધંધા રોજગાર બંધ થતાં ગરીબ શ્રમજીવી પરિવારોની કફોડી હાલત મુકાઈ ગઈ છે રોજ કમાઈને ખાનારા વ્યક્તિઓ તેમજ ફરજ બજાવતા કર્મચારીઓને ને જમવાની વ્યવસ્થા સાથે શુદ્ધ ભોજન મળી રહે તે માટે સંજેલી ખાતે વર્ષોથી રહેતા કિન્નર સમાજના કુંવરબા મુસ્કાન માસી અને કુંવરબા ભાવના માસી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે

નાત જાત કર્યા વગર તમામ ધર્મના ગરીબ પરિવારો તેમજ ફરજ બજાવતા કર્મચારીઓ માટે નિ શુલ્ક માં શુદ્ધ ભોજન જમવાની વ્યવસ્થા લોક ડાઉન થી જ ભૂખ્યાને ભોજનની માટેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે લોક ડાઉન છે ત્યાં સુધી તમામ આ વ્યવસ્થા શરૂ રાખવા માટેની પણ ઇચ્છા દર્શાવી છે.કિન્નર સમાજ દ્વારા વ્યવસ્થા થઇ હોવાની જાણ થતાં જ તાલુકામાં લોકોમાં કિન્નર સમાજની આ વ્યવસ્થા ની સેવાભાવી  કામગીરીની ચર્ચા ચાલી રહી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.