Western Times News

Gujarati News

મોડાસા તાલુકાના પ્રણામી સંપ્રદાયના ૨૨ યાત્રાળુઓ છેલ્લા ૬  દિવસથી ઉત્તરપ્રદેશના સરહાનપુર મા ફસાયા : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો 

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓ ના ૨૨  જેટલા પ્રણામી સંપ્રદાય સાથે સાંકળયેલા યાત્રાળુઓ પ્રણામી સંપ્રદાયના ઉત્તર ભારતમાં આવેલ તીર્થસ્થાનો પર ભક્તિ યાત્રાએ
ગયા હતા  દેશમાં કોરોના વાયરસ ની મહામારી ના પગલે 22 જેટલા યાત્રાળુઓ છેલ્લા લોકડાઉનના પગલે ઉત્તર પ્રદેશના સરહાનપુર જિલ્લાના સરસવા ખાતે આવેલ  પ્રાણનાથ જ્ઞાનપીઠ  છેલ્લા 6 દિવસથી ફસાતા તેમને રહેવા જમવા અને પરત લાવવા માટે મોડાસા તાલુકા સંઘના અધ્યક્ષ અરૂણભાઇ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા એ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની વિનંતી કરી છે
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાંદોજ અને મોડાસા તાલુકાના સરડોઈ , મેઢાસણ , જીતપુર , દધાલીયા અને સાબરકાંઠા જિલ્લાના ઇડર ના ગોરલ ના 22 જેટલા યાત્રાળુઓ તારીખ 11માર્ચ ઉત્તર પ્રદેશના શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ ખાતે દર્શનાર્થે ગયા હતા ઉપરોક્ત યાત્રાળુઓ તારીખ 23 માર્ચ નું બુકિંગ કરાવી રેલવે માર્ગે પરત ફરવાના હતા પરંતુ દેશમાં કોરોનાવાયરસ ના પગલે મહામારી સર્જાતા દેશમાં લોકડાઉનની  પરિસ્થિતિનું નિર્માણ થતા ઉપરોક્ત યાત્રાળુઓ છેલ્લા 6 દિવસથી સરહાન પૂરમાં ફસાયેલા છે

યાત્રાળુઓ પૈકી મોટાભાગના 15 જેટલા યાત્રાળુઓ સિનિયર સિટીઝન છે અને તેમાં મહિલાઓનો સમાવેશ થાય છે દેશમાં 21 દિવસના લોકડાઉન  અમલ થતાં વાહન વ્યવહાર અને રેલ્વે માર્ગ બંધ કરાતા ઉપરોક્ત યાત્રાળુઓ હાલ પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસવા નકુલ રોડ સરસવા જિલ્લો સરસપુર યુપી ખાતે આશરો લઇ રહ્યા છે યાત્રાળુઓ ગુજરાત ખાતે ફોનથી સતત સંપર્ક કરી જમવા અને મેડીકલ સેવા ની વ્યવસ્થા થાય અને ગુજરાત પરત લાવવા માટે વિનંતી કરી રહ્યા છે

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અગ્રણી અરુણ પટેલે પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા ને રજૂઆત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને લેખિતમાં જાણ કરી તાત્કાલિક ઉત્તરપ્રદેશ સરકાર નો સંપર્ક કરી યુદ્ધ ના ધોરણે યાત્રાળુઓને રહેવા જમવા અને દવાઓની વ્યવસ્થા કરી કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી તાત્કાલિક ધોરણે રેલવે અથવા રોડ માર્ગે યાત્રાળુઓને પરત ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે
સરકાર અમને સીધા વતન પહોંચાડે શામળાજી પ્રાણનાથજી મંદિરના વ્યવસ્થાપક અને યાત્રાળુઓ ટીમના લીડર નાંદોજના વતની ગણેશભાઈ પ્રણામીનો  સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે સરહાન પુર થી આવેલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ યાત્રાળુઓ નું મેડિકલ ચેકઅપ થઈ ગયું છે યાત્રાળુઓને સરકાર દ્વારા સીધા ગુજરાત પહોંચાડવા આવે અને અન્ય કોઈ કેમ્પમાં અમને મોકલવા માં ના આવે તેવી અરજ કરી જણાવ્યું હતું કે અન્ય કેમ્પમાં લઇ જવામાં આવે તેના કરતા હાલ  અમો જ્યાં છીએ ત્યાં સલામત છીએ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.