Western Times News

Gujarati News

રેલવે લૉકડાઉન દરમિયાન નાના પાર્સલ સાઇઝમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવા માટે સ્પેશ્યલ પાર્સલ ટ્રેનો દોડાવશે

ઇ કોમર્સ કંપનીઓને પાર્સલ ટ્રેનો અતિ ઉપયોગી પુરવાર થશે એવી અપેક્ષા
દેશમાં દવાઓ, તબીબી ઉપકરણો, માસ્ક, ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે માટે સામૂહિક ઝડપી પરિવહન માટે પાર્સલ ટ્રેનો અતિ ઉપયોગી બનશે
રેલવેએ 22.03.2020થી કુલ 8 પાર્સલ ટ્રેનો દોડાવી; ઉપરાંત 20 રુટ પર પાર્સલ ટ્રેનો દોડવાની યોજના બની રહી છે
નવી દિલ્હી,  કોવિડ-19ને પગલે ચીજવસ્તુઓ અને આવશ્યક સામગ્રીઓનો પુરવઠો સતત અને સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે એ માટે ભારતીય રેલવેએ દેશનાં નાગરિકોની જરૂરિયાતો પૂર્ણ કરવા આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય સામગ્રીઓને સમગ્ર દેશમાં પહોંચાડવા માટે પાર્સલ ટ્રેનની સેવાઓ શરૂ કરી છે.

કોવિડ 19ના કારણે દેશમાં લૉકડાઉન દરમિયાન તબીબી પુરવઠો, તબીબી ઉપકરણ, ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે જેવી આવશ્યક સામગ્રીઓનું પરિવહન નાનાં પાર્સલ સાઇઝમાં કરવું અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ આવશ્યક જરૂરિયાતને પૂર્ણ કરવા ભારતીય રેલવેએ આ પ્રકારની ચીજવસ્તુઓના પરિવહન જરૂરિયાતમંદ ઇ કોમર્સ કંપનીઓ અને રાજ્ય સરકારો સહિત અન્ય ગ્રાહકો માટે કરવા ઝડપથી સામૂહિક પરિવહન માટે રેલવે પાર્સલ વાન ઉપલબ્ધ કરાવી છે.

ગૃહ મંત્રાલયે લોકડાઉનના સમયગાળા દરમિયાન દેશમાં ચીજવસ્તુઓ અને સામગ્રીઓની અવરજવર પર નિયંત્રણો દૂર કર્યા છે એનો ઉલ્લેખ પણ કરી શકાશે. પાર્સલ ટ્રેનોની જોગવાઈ અને ચીજવસ્તુઓનું ઝડપી પરિવહન કરવાથી પુરવઠાની સાંકળની કાર્યદક્ષતામાં વધારો થશે. સ્પેશ્યલ પાર્સલ ટ્રેનો દોડાવવાના નિર્ણયથી નાનાં જથ્થામાં તેમજ આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર કરવામાં મદદ મળશે, જેમાં ડેરી ઉત્પાદનો, તબીબી ઉપકરણો અને દવાઓ, અનાજ-કરિયાણાની ચીજવસ્તુઓ, ખાદ્ય તેલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ વગેરે સામેલ છે.

ભારતીય રેલવે ફ્રેઇટ ટ્રેનો દ્વારા દેશના વિવિધ વિસ્તારો સુધી આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરી રહી છે. જ્યારે રેલવેની આ નૂર કામગીરીઓ અનાજ-કઠોળ, ખાદ્ય તેલ, મીઠું, ખાંડ, કોલસો, સિમેન્ટ, દૂધ, શાકભાજી અને ફળફળાદિ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાબંધ પરિવહનની જરૂરિયાતને પૂર્ણ કરી રહી છે, ત્યારે અન્ય વિવિધ ચીજવસ્તુઓને પ્રમાણમાં ઓછા જથ્થામાં પૂરી કરવી જરૂરી છે. આ પ્રકારની ચીજવસ્તુઓ માટે રાજ્યો વચ્ચે પરિવહન માટે વિમાન પછી રેલવે સૌથી ઝડપી માધ્યમ છે.

ભારતીય રેલવેના વિવિધ ઝોન આ પાર્સલ ટ્રેનો દોડાવવા માટે પોતાની યોજનાઓ બનાવી રહ્યાં છે. તેઓ જાહેરાતો સહિત સંચારનાં વિવિધ માધ્યમો દ્વારા સંભવિત ક્લાયન્ટ સુધી પહોંચી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.