Western Times News

Gujarati News

લોકડાઉનના ધજાગરા : કોટ વિસ્તારની ૧૩ ચેકપોસ્ટ પર એક લાખ લોકોની અવર-જવર થઈ!

અમદાવાદ: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વધારો થતા મ્યુનિ. કમિશ્નરે બફર ઝોન જાહેર કર્યો છે. તથા કોટ વિસ્તારને સાંકળતા રસ્તાઓ પર ૧૩ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ રસ્તા પરથી પસાર થતા તમામ નાગરિકોના થર્મલ સ્ક્રેનીંગ કરવામાં આવી રહ્યામં છે. મ્યુનિ. કોર્પોરેશનના દાવા મુજબ આઠ એપ્રીલથી બાર એપ્રિલ સુધી ૧૩ ચેકપોસ્ટ પર એક લાખ કરતા વધારે લોકોના સ્ક્રેનીંગ કરવામાં આવ્યા છે. જા આ દાવા સાચામ હોય તો કોટ વિસ્તારમાં લોકડાઉનનો અમલ થયો નથી તે સાબિત થાય છે. જ્યારે મ્યુનિ. કમિશ્નરે આ આંકડા જાહેર કરીને પોલીસ ખાતાની કામગીરી સામે પણ આંગળી ચીંધી છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જ્યારે કોરોનાની કાર્યવાહી મામલે મ્યુનિ. કમિશ્નર કન્ફ્યુઝડ હોય એમ લાગી રહ્યુંં છે.

મ્યુનિ. કોર્પોરેશનના મધ્યઝોનને કોરોનાનું હોટ સ્પોટ માનવામાં આવી રહ્યું છે. મધ્ય ઝોનમાંથી કોરોનાના ૧રપ કરતા પણ વધારે કેસ કન્ફર્મ થયા છે. કોટ વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યામા વધારો થતા મ્યુનિ. કમિશ્નરે સાત એપ્રિલે ઝોનને બફરઝોન જાહેર કર્યો હતો તથા સંક્રમણને રોકવા માટે ૧૩ ચેકપોસ્ટ કાર્યરત કરી છે. કોટ વિસ્તારમાં અવર-જવર કરતા નાગરિકોના થર્મલ સ્ક્રેનીંગ આ ચેક પોસ્ટ પર કરવામાં આવી રહ્યાં છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા ૧૩ ચેકપોસ્ટ પર કરવામાં આવેલ સ્ક્રેનીગના આંકડા ચાંકાવનારા છે.

કોર્પોરેશનના રીપોર્ટ મુજબ આઠ એપ્રિલે ર૯૩૯પ લોકોની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી ૩૪ શંકાસ્પદને વધુ ચકાસણી માટે રીફર કરવામાં આવ્યા છે. જ્યરે નવ એપ્રિલે ૮૦૯૬, ૧૦ એપ્રિલે ર૬૩પ૦, ૧૧ એપ્રિલે ર૪૦૦૭ અને ૧ર એપ્રિલે ર૦૬૦૪ મળી કુલ ૧ લાખ ૦૮ હજાર નાગરિકોના સ્ક્રેનીંગ કરવામાં કરવામાં આવ્યા છે જે પૈકી પાંચ દિવસમા ૧૮ર શંકાસ્પદને રીફર કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવેલા આ આંકડા સાચા હોય તો તે પોલીસ વિભાગ અને નાગરિકો માટે શરમજનક બાબત હોવાનું માનવામાં આવે છે.

મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યા મુજબ પાંચ દિવસમાં એક લાખ નાગરિકોની અવર-જવર કોટ વિસ્તારમાં થતી હોય તો લોકડાઉનનો અમલ થતો નથી તે બાબત સાબીત થઈ રહી છે. તેવી જ રીતે ૧૪૪ કલમનો પણ ભંગ થાય છે મ્યુનિ. કોર્પોરેશનના આ આંકડા ખરા માનવા કે કેમ ? તે ચર્ચાનો વિષય છે. પરંતુ મ્યુનિ. કમિશ્નર કોરોના મામલે કન્ફ્યુઝડ હોય તેમ લાગી રહ્યું છે. કોરોના માટે એરપોર્ટ પર ચકાસણી શરૂ થઈ તે સમયથી કમિશ્નરના નિવેદનો અને નિર્ણયોમાં ફેરફાર થતા રહ્યાં છે. કોરોનાના ચાર-પાંચ કેસ જ કન્ફર્મ થયા હતા તે સમયે કોઈ જ કારણ વિના ર૦ હજારથી વધુ દર્દીની સારવાર કરવાની ક્ષમતા કોર્પોરેશન પાસે નથી તેવા નિવેદન કર્યા હતા.

ત્યારબાદ કોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસ બહાર આવતા તેમણે તમામ દર્દીઓના નામ-સરનામા જાહેર કરવાની જાહેરાત કરી હતી તથા તેનો અમલ પણ કર્યો હતો. પરંતુ ચાર દિવસ પછી અચાનક જ નામ-સરનામા જાહેર કરવાના બંધ કર્યા છે. તેવી જ રીતે સાત અને આઠ એપ્રિલે વધુ સંખ્યામાં કેસ જાહેર થયા બાદ લાખોની સંખ્યામાં કેસ આવી શકે છે તેવા નિવેદન કર્યા હતા. જેના કારણે નાગરિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. કોટ વિસ્તારમા સરવે દરમ્યાન પણ અમને સહકાર નથી મળતો તેવા લાચારીભર્યા નિવેદન કર્યા હતા. અમદાવાદ શહેરના સર્વેસર્‌ કહી શકાય તેવી વ્યક્તિ આ પ્રકારના નિવેદન કરીને શું સાબિત કરવા માંગતા હતા ? તેનો જવાબ તેઓ પોતે જ આપી શકે તેમ છે. ડોર ટુ ડોર સરવે સમયે બે દિવસમાં એક હજાર કરતાં વધારે સેમ્પલ કોટ વિસ્તારમાંથી લેવામાં આવ્યા હતા તે સમયે કેસની સંખ્યા લાખોમાં થઈ શકે છે તેવા નિવેદન કરનાર છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ  નિયંત્રણમા હોવાના દાવા કરી રહ્યાં છે. તથા સેમ્પલ લીધા હોવાના કારણે કેસ વધ્યા હતા તેમ જણાવે છે. એક ઉચ્ચ અધિકારી આ બાબત સમજી શકે છે

તેમ છતાં લાખો કેસ થવાના નિવેદન કરવા પાછળનો મતલબ શું હોઈ શકે ? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જનજાગૃતિ માટે વડાપ્રધાને માસ્ક પહેરીને વાતચીત કરી હતી. તેથી મ્યુનિ. પણ રવિવારથી તેમના પ્રેસ બ્રીફીંગ સમયે માસ્ક ધારણ કરીને આવ્યા હતા તથા શહેરીજનોને માસ્ક ન પહેરવા બદલ સજા કરવાની જાહેરાત પણ કરી હતી આ અગાઉ તમામ પ્રેસ બ્રીફીંગમાં તેઓ માસ્ક વિના જ નજરે પડ્યા હતા. શું તેમણે વડાપ્રધાન માસ્ક માટે જાગૃત કરે ત્યારબાદ જ માસ્ક ઘારણ કરવોલ તેથી કોઈ પ્રતિજ્ઞા લીધી હતી ? કોરોના ચકાસણીની શરૂઆત એરપોર્ટ પરથી શરૂ કરવામાં આવી હતી. તે સમયે માત્ર વિદેશીઓને જ કોરોના થઈ શકે તે રીતે એક તરફી કાર્યવાહી થતી હતી. જ્યરે આંતરરાજ્ય પ્રવાસીઓના મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. મ્યુનિ. કમિશ્નરની આ ભુલના કારણે વિદેશથી આવેલા લોકો કરતા આંતરરાજય પ્રવાસ અને તેમના સંપર્કમાં આવેલા લોકોના પોઝિટિવ રીપોર્ટની સંખ્યા વધારે છે, તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.