Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા ચેષ્ટાનું લોકાર્પણ કરવામાં આવ્યું……

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર – લોકડાઉનના સમયમાં સૌને હતાશા અને ટેન્શનમાંથી મુકિત આપવનાર શ્રી
સ્વામિનારાયણ ભગવાનની ચેષ્ટા નું કુમકુમ મંદિર દ્રારા વિમોચન કરવામાં આવ્યું. – દેશ વિદેશના ભકતો આ ચેષ્ટાનું ગાન કરીને આનંદની અનુભૂતિ કરી રહયા છે.
– આ ચેષ્ટા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર થી વિના મૂલ્યે  અપલોડ કરી શકાય છે.

હાલ લોકડાઉનનો સમય ચાલી રહયો હોવાથી મંદિરમાં સત્સંગી હરિભકતો કોઈ મંદિરે દર્શન માટે આવી શકતા નથી.   હોવાથી સૌ સત્સંગીઓ પોતાના ઘરે રહેને જ ભગવદ્‌ સ્મરણ કરી શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વભાવિક ચેષ્ટા ને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવી અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું.

જે હાલ, શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર થી વિના મૂલ્યે અપલોડ કરી શકે છે. આજે મોટી સંખ્યામાં તે ચેષ્ટાનો સૌ દેશ અને વિદેશના ભકતો લાભ લઈ રહયા છે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ચેષ્ટા ના પ્રોગ્રામ અંગે જણાવ્યું હતું કે, ચેષ્ટા તૈયાર કરવામાં આવી છે તેની એ વિશિષ્ટતા છે કે, સત્સંગીજનો આ ચેષ્ટા એક જ સ્ક્રીન ઉપર વાંચી શકાશે, શ્રવણ કરી શકાશે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન પણ કરી શકે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં કહયું છે કે, અમો એ જે જે ઉત્સવ સમૈયા અને લીલા કરી હોય તેને સંભારી રાખવી, જે આ લીલા સંભારશે તેને અંતકાળે હું તેડવા માટે આવીશ અને સનાતન શાશ્વવત એવું જે મારું અક્ષરધામ તેની પ્રાપ્તિ કરાવીશ.

આ ચેષ્ટાના પદની રચના આજથી આશરે ર૦૦ વર્ષ પહેલા શ્રી પ્રેમાનંદસ્વામીએ કરી હતી ત્યારથી આ પદો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સત્સંગીઓ ગાય છે. આગામી દિવસોમાં વિદેશમાં વસતા યુવાનો આ ચેષ્ટાનો લાભ લઈ શકે તે માટે આ ચેષ્ટા અંગ્રેજી ભાષામાં પણ તૈયાર કરવામાં આવશે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.