Western Times News

Gujarati News

કોરોનાના કહેર વચ્ચે ઇંગ્લેન્ડમાં ડોકટરોની સેવા કરતું અમદાવાદી દંપતી

અમદાવાદ,

સમગ્ર વિશ્વમાં covid-19 ની મહમારીએ આતંક ફેલાવ્યો છે. અત્યાર સુધી એક લાખ કરતાં વધુ લોકો નો ભોગ વાઇરસ લીધોછે અને વીસ લાખથી વધુ નાગરિકો રોગના પંજામાં સપડાયેલા છે. પરિસ્થિતિમાં લોકડાઉન દ્વારા રોગ પર કાબૂ મેળવવામાંભારતે સફળતા મેળવી છે. ત્યારે અન્ય દેશોમાં રહેતાં ભારતીયો પણ સેવાના કાર્યો હોંશભેર કરી રહ્યાં છે. મૂળ અમદાવાદના અને દસવર્ષથી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલું એક દંપતી પણ ત્યાંની NHS સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં ડોકટરો તથા નર્સને ટિફિન સર્વિસ પૂરીપાડી રહ્યું છે.

શહેરના રીલિફ રોડ પર રહેતાં દર્શનાબેન ઝવેરી તથા તેજસભાઇ ઝવેરી દસ વર્ષ અગાઉ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં સ્થાયી થયા છે. હાલમાં દંપતી ત્યાં કેટરિંગનો વ્યવસાય કરે છે. કોરોના વાઈરસની મહામારી નો ખ્યાલ આવતાં ત્યાં પણ દુકાનો બંધ કરવામાંઆવી હતી. જેથી આવા કપરા સમયમાં તને સેવા યજ્ઞનો વિચાર આવ્યો. દરમિયાન તેમની મિત્ર સંજયિતા મહેતા હોસ્પિટલના સ્ટાફમાટે જમવાની સગવડ નો વિચાર મૂકતા બંનેએ તે વધાવી લીધો. હાલમાં તેમના ગ્રુપમાં દર્શનાબેન, તેજસભાઇ અને સંજયીતા સહિતકુલ આઠ લોકો છે. તમામે ફંડિંગ કેટરિંગ જેવાં કાર્યો વહેંચી લીધા છે.

દંપતી વિશ્વ પ્રતિષ્ઠિત કવીન એલિઝાબેથ હોસ્પિટલ ઉપરાંત અન્ય હોસ્પિટલના ડોકટરો તથા નર્સોને પણ જમવાનુ પહોંચાડી રહ્યાછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.