Western Times News

Gujarati News

વાસણામાં સરકારી જમીન પર થયેલા દબાણો દુર કરવા મેગા ડીમોલેશન

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સશ્ત્ર બંદોબસ્ત વચ્ચે મ્યુનિ. કોર્પો.ના એસ્ટેટ
વિભાગ દ્વારા સવારથી જ શરૂ કરાયેલી કામગીરી

(પ્રતિનિધિ) અમદાવાદ 04062019: લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આચારસંહિતાનો અમલ ઉઠાવી લેવામાં આવતા જ કેટલાક કામો રાજય સરકાર દ્વારા આગળ ધપાવવામાં આવ્યા છે  તેની સાથે સાથે સ્થાનિક પ્રશાસન તંત્રોએ પણ કામગીરી આગળ ધપાવી છે રાજય સરકારે ટી.પી સ્ક્રીમો મંજુર કરતા હવે તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે આ ઉપરાંત રાજયભરમાં સરકારી જમીનો પર કરાયેલા દબાણો પણ દુર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે  જેના પગલે અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા ટી.પી સ્કીમના અમલ માટે સેટેલાઈટ વિસ્તારમાં રસ્તો બનાવવામાં વચ્ચે આવતા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અન્ય વિસ્તારોમાં પણ ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે શહેરના વાસણા વિસ્તારમાં સરકારી પ્લોટ પર થયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે ગઈકાલે અમદાવાદ જિલ્લા કલેકટર મ્યુનિ. કોર્પોરેશન તથા પોલીસ કમિશ્નરની આગેવાનીમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા હતા.

આ ડીમોલીશનની કામગીરી માટે ગઈકાલથી જ પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો હતો અને તે મુજબ આજે સવારથી જ પોલીસના સશ† બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરાઈ છે જાકે ગઈકાલે પણ પોલીસ અધિકારીઓએ આ વિસ્તારમાં રાઉન્ડ માર્યો હતો અને તમામને જાણ પણ કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્તના કારણે સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને બપોર સુધીમાં તમામ દબાણો હટાવી દેવામાં આવશે.
ગેરકાયદેસર બાંધકામો તથા અડચણરૂપ આવતા મકાનો, ભાગો તોડવાના મ્યુનિ. કોર્પોરેશને શરૂ કરેલા અભિયાનમાં આજે વાસણા પાસે આવેલ પી.એન્ડ ટી ના કવાર્ટસ પાસે આવેલ કાચા-મકાનો તોડવાની કામગીરી મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે પોલીસની મદદથી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
પ૦ થી ૬૦ જેટલા કાચા મકાનો, ઝુંપડાઓ ત્યાં આવેલા છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આજે ટીમે પોલીસની મદદ લઈ કાર્યવાહી શરૂ કરતા અનેક પરિવારો માટે ઉપર આભ ને નીચે ધરતી આશરો બની છે. ૩ પી.આઈ, ૧ એસીપી, પોલીસનો કાફલો તથા ફાયરબ્રિગેડની ટીમ તથા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર બંદોબસ્ત માટે મુકવામાં આવી છે.  શહેરમાં દરેક વિસ્તારોમાં તથા નદીનાપટની આસપાસ ગેરકાયદેસર બાંધકામ જાવા મળે છે બી-યુ પરમીશન મેળવ્યા બાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચેકીંગ થવું જાઈએ તે થતું ન હોવાને કારણે બેંઝમેન્ટમાં તથા ધાબાઓ પર પણ ભય વગર બાંધકામ કરી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે આપેલ આદેશ બાદ મ્યુ. તંત્ર આળસ મરડીને જાગ્યું છે અને ગેરકાયદેસર બાંધકામો તોડવાનું અભિયાન શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. જે ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો જાવા મળે તે બાંધકામો માટે બિલ્ડરો તો જવાબદાર છે પરંતુ મ્યુ. તંત્ર પણ એટલં જ જવાબદાર હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટે આદેશ ન આપ્યો હોત તો હજુ પણ મ્યુ. તંત્ર જાગ્યુ ન હોત તેમ લોકો માની રહ્યા છે. મ્યુ. તંત્ર આ અભિયાન ચાલુ રાખી શહેરમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ નાશ કરવાનું અભિયાન ચાલુ રાખે તથા બી.યુ પરમીશન વગર વપરાશ થતાં બિલ્ડીંગોનું ચેકીંગ શરૂ કરે તેમ લોકોની માંગણી છે. શહેરના વાસણા વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દુર કરવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણીના હિસાબે આ કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી ચૂંટણી પુરી થતાં જ બંદોબસ્ત ફાળવવાનો નિર્ણય ગઈકાલની બેઠકમાં લેવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.