Western Times News

Gujarati News

અન્ય જીલ્લામાંથી આણંદ જિલ્લામાં પ્રવેશ માટે પ્રવેશ માર્ગ નક્કી કરાયા

આણંદ-હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-39) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે સંબંધે તકેદારીના ભાગરૂપે અને નોવેલ કોરોના વાયરસ (COVID.19)ના વધતા સંક્રમણને અટકાવવા સારૂ સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આણંદ જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના પોઝીટીવ કેસો નોંધાયેલ હોય અને આણંદ જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ હોય

જેથી બહારના જિલ્લાઓમાંથી પાસ/પરવાનગીથી આવતા/પાસ પરવાનગી વગર આવતા વાહનો/મુસાફરો બિનજરૂરી રીતે આણંદ જિલ્લાના કોઈ વિસ્તારમાં મંજુરી વગર ન પ્રવેશે તે માટે સાવચેતી રાખવી જરૂરી હોય નીચે મુજબ પ્રતિબંધાત્મક હુકમ પ્રસિધ્ધ કરવું જરૂરી જાણતા આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અને કલેકટર શ્રી આર.જી. ગોહીલ દ્વારા એક જાહેરનામા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે તે મુજબ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) થી મળેલ સત્તાની રૂએ તા.૦૮/૦૫/૨૦૧૦ થી તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી નીચે મુજબ પ્રતિબંધ ફરમાવેલ છે.

અન્ય જિલ્લામાંથી આણંદ જિલ્લામાં આવતા તમામ વાહનો માત્ર નીચે જણાવેલ પ્રવેશ માર્ગથી જ આણંદ જિલ્લમાં પ્રવેશ કરી શકશે. નીચે જણાવેલ પ્રવેશમાર્ગો સિવાય અન્ય પ્રવેશમાર્ગો આ જાહેરનામાથી પ્રતિબંધિત કરવામાં આવે છે. ગલિયાણા, વાસદ, ઉમેટા, ઉમરેઠ(પણસોરા અને ડાકોર), સામરખા (એક્ષપ્રેસ વે ઈન્ટરચેંજ), બોરીયાવી, ઈસરવાડા, વલેટવા પ્રવેશ દ્વાર નક્કી કરાયા છે.

આમાં સરકારી વાહનો, એબ્યુલન્સ વાન તથા ફાયરબ્રીગેડના વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહી.
આ હુકમથી જે રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે. તે સ્થળોએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, આણંદએ જરૂરી પોલીસ ગાર્ડ મુકી ટ્રાફીક ડાયવર્ઝન અંગે જરૂરી પ્રબંધ કરવાનો રહશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સહીતાની ક્ષમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પાંચ વર્ષથી વધુ સેવામાં હોય તેવા પોલીસ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.