Western Times News

Gujarati News

ડફનાળા પાસેથી ૧૦૦ કિલો પશુમાંસ સાથે ત્રણની અટક

અમદાવાદ 04062019: ગેરકાયદેસર રીતે પશુધન ચોરીને તેને કસાઈવાડે મોકલી દેવા માટે દરરોજ રાત્રે કસાઈઓ ગાડીઓ તથા બીજા હથિયારો સાથે નકીલી પપડે છે જા કોઈ તેનો વિરોધ કરે તો કસાઈઓ દ્વારા તેમની ઉપર હિસક હુમલો કરવામા આવે છે આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર ચાલતા કસાઈખાના પણ ફુટી નીકળ્યા છે જ્યા લાઈસન્સ વગર જ ગૌમાંસ તથા અન્ય પશુઓને મારવામા આવી રહ્યા છે પોલીસથી બચવા માટે કસાઈઓ માંસની હેરાફેરી કરરવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે બીજી તરફ કેટલીક સ્વેચ્છીક સંસ્થાઓ પણ આ બાબતે સજાગ છે

આ સ્થિતિ ગઈકાલે પોલીસે માહીતી ને આધારે અકે રીક્ષામાંથી ૧૦૦ કિલો પશુમાંસ પકડ્યુ છે અને ૩ શખ્શોની અટક કરી છે. આ અંગેની વિગત એવી છે કે જીવદયા ચેરીટેબબલ ટ્રસ્ટ સરસપુરનાં પ્રમુખ રેખાબેન મુથા (૪૬) ને ડફનાળા ચાર રસ્તા ટ્રાફીક ચોકી નજીક એક શંકાસ્પદ માલ ભરેલી રીક્ષાની માહીત મળી હીત આ અંગે રેખાબેને કંટ્રોલ રૂમને સંપર્ક સાધતાં શાહીબાગ પોલીસે શકાસ્પદ રીક્ષાને અટકાવી હતી અને તપાસ કરરતાં તેમાંથી ૧૦૦ કિલો પશુમાંસ મળી આવ્યુ હતુ

જેથખી રીક્ષા ડ્રાઈવર ઈમરાન મજીદમીયા સૈયદ (૪૧) મીરઝાપુર મોહમદ સોહેબ કુરેશી (૨૧) મીરઝાપુર અને અલ્તમશ યુસુફભાઈ કુરેશી (૧૪) મિરઝાપુર અટક કરી હતી અને ગેરકાયેદસર રીતે લાવેલુ આ પશુમાંસ ક્યાંથી લાવ્યા હતા અને ક્યા લઈ જતાં હતા એ અંગે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ૫૦૦૦ ની કિંમતના માસ ઉપરાંત રીક્ષા અને અન્ય વસ્તુઓ સહીત ૩૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.