Western Times News

Gujarati News

બે લાખથી વધુની સોપારી સાથે ત્રણની અટક કરતી માધુપુરા પોલીસ

અમદાવાદ,

માધુપુરા પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન બાતમીને આધારે નવા માધુપુરા માર્કેટના ઝાંપા આગળ દરોડો પડ્યો હતો અને એક ટેમ્પામાં સોપારી વેચતાં ત્રણ શખ્સોની અટક કરી હતી. ઘી વાળી ચાલી ચમનપુરા અસારવામાં રહેતાં પ્રજેશ બસિતા, લલિત પ્રજાપતિ અને ભીખા મન્સૂરી નામના આ શખ્સો પાસેથી ૧૦ બોરીમાં ભરેલી સાડા છસો કિલો સોપારી મળી હતી. જેની કિંમત ૨.૧૧ લાખથી વધુ છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.