Western Times News

Gujarati News

પોસ્ટ કોવીડ-૧૯ પલ્મોનરી ફાઈબ્રોસીસમાં રાહત આપે તેવા આયુર્વેદીક ઉપચાર

કોવિડ-૧૯ પછી થતું પલ્મોનરી ફાઇબ્રોસિસ માં કેવી રીતે દર્દીને રાહત અપાવી શકાય છે તે અહી સમજી લઈએ આ પલ્મોનરી ફાઈબ્રોસિસ રોગમાં થતી તકલીફ માટે આયુર્વેદમાં સૂચવેલા સન્નિપાતિક શ્વાસ રોગ અનુસાર ઉપચાર કરવાથી દર્દીને રાહત આપવી શક્ય બને છે. શ્વાસ દ્વારા લેવામાં આવતા ઉપયોગી વાયુને પ્રાણવાયુ કહેવાયો. પલ્મોનરી ફાઈબ્રોસિસ એ ફેફસામાં થતો એવો રોગ છે કે જેમાં ફેફસાનાં વાયુકોષોને નુકશાન થવાથી, વાયુકોષોની રૂઝ આવવાની પ્રક્રિયાના ભાગરૂપે જે ઘા બની જાય છે, તેને પરિણામે વાયુકોષોની વાયુની આપ લે કરવાની ક્ષમતા રહેતી નથી કે જેને ફાઈબ્રોસિસ થયું તેમ કહે છે.

ફેફસાનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાનું મુખ્ય કાર્ય શ્વસનનું છે. જેના દ્વારા ઓક્સિજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરનાં કોષોને પહોંચાડે છે. શરીરનાં નાના મોટી પ્રત્યેક જૈવરાસાયણિક ક્રિયાઓ માટે ઓક્સિજન મહત્વનો ભાગ ભજવે છે. આથી જ માણસ જમ્યા વગર અમુક સમય રહી શકે છે. તે દરમ્યાન આવશ્યક ઉર્જા શરીરમાં જમા થઈ રહેલી ચરબીમાંથી પણ મેળવી શકે છે.

અમુક સમય પાણી વગર પણ જીવી શકે છે પરંતુ શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં બાધા થતાં, શરીરને મળતો ઓક્સિજન બંધ થવાથી જીવિત રહેવું શક્ય બનતું નથી. આથી જ શ્વાસ દ્વારા લેવામાં આવતા ઉપયોગી વાયુને પ્રાણવાયુ કહેવાયો. ઓક્સિજન મેળવ્યા બાદ શરીર માટે બીનઉપયોગી વાયુ તથા મેટાબોલિક વેસ્ટ ઉચ્છવાસ દ્વારા પાછો કાઢીને ફેફસા સફાઈનું પણ કામ કરે છે. આવા ઉપયોગી કાર્ય કરતાં ફેફસાનાં કેટલા ભાગમાં ફાઈબ્રોસિસ થયું છે, તે આધારિત દર્દીને તકલીફ થતી જોવા મળે છે.

મોટાભાગનાં કિસ્સામાં સૂકી ખાંસી આવવી, થોડા પરિશ્રમ કે ચાલવાથી શ્વાસ ચઢવાની તકલીફ થતાં નિદાન થતું હોય છે. જો રોગની શરૂઆતમાં જ નિદાન થઇ જાય તો રોગને આગળ વધતો અટકાવવા પગલાં લઇ શકાય છે. જો ફેફસાનાં મોટાભાગમાં ફાઈબ્રોસિસ થઇ ગયું હોય ત્યારે અન્ય એન્ટી ફાઈબ્રોસિસ નવી શોધાયેલી દવાઓ સાથે, ઇન્ફ્લેમેશન કાબૂમાં રાખવા સાથે સતત ઓક્સિજન આપવાની જરૂર પડતી હોય છે, વેન્ટિલેટર પર મુકવાની જરૂર પડે છે. આયુર્વેદ સૂચવે છે. કવિડ-૧૯ પછી ફેફસાનાં અમુક હિસ્સામાં ફાઈબ્રોસિસ થયું છે ફુંક મારીને ફેફસાની શક્તિ વધારવાની કસરત કરવા કહ્યું છે. તે સાથે દવાઓ આપી છે. થોડું કામ કરતાં જ થાક લાગે છે. થોડું ચાલવાથી હાંફ ચઢે છે. શું આયુર્વેદમાં આનો ઉપચાર થઇ શકે? આ પ્રકારનાં પ્રશ્નો સાથે દર્દીઓ આયુર્વેદીય સારવાર માટે આવતા હોય છે.

9825009241

મોટાભાગનાં કવિડ-૧૯નાં દર્દીઓમાં પોલ્યુશનનું કારણ, સ્મોકિંગ કરતાં હોવાની હિસ્ટ્રી અને ભૂતકાળમાં ટી.બી. કે ન્યુમોનિયા રોગનો પણ ઈતિહાસ હોય છે. પુખ્ત વયના દર્દીઓમાં આવી ફરિયાદ વધુ જોવા મળતી હોય છે. પરંતુ ક્યારેક જીંદગીમાં ક્યારેય ધૂમ્રપાનનાં સાક્ષી પણ ન બન્યા હોય અને કુટુંબની જવાબદારીમાં જ રચ્યાપચ્યા રહ્યાં હોય તેવા મહિલા દર્દીઓ પણ હોય છે. ફેફસામાં ઇન્ફેક્શન ,લક્ષણો ને છીંક આવે, ઉધરસ આવે ત્યારે પોતાના મોં પર હંમેશા રૂમાલ રાખો જેથી તમારા જીવાણુ બીજા કોઇને ચેપ ના લગાડે લક્ષણો વધારે તાવ, ખાંસી, કફ અને ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ.

બચાવ એવા લોકોના સંપર્કમાં ના જશો જેમને શરદી, ફ્લૂ અને ન્યૂમોનિયા થયેલ છે. ધુમ્રપાન ના કરશો. પલ્મોનેરી ઇડિમા એક એવી સ્થિતિ છે જે ફેંફસામાં વધારે તરલ પદાર્થ ભરાઇ જવાથી થાય છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેનું સૌથી મુખ્ય કારણ હૃદય સંબંધિત સમસ્યા છે. આ સિવાય ન્યૂમોનિયા, ઝેરીલા તત્તવોનો સંપર્ક થાય છે. લક્ષણો ઉધરસ વધારે આવે, કફમાં લોહી આવવું, છાતી સંકોચાઇ જાય, હૃદયના ધબકારા અનિયમિત બને, ક્રોનિક અબ્સ્ટ્રક્ટિવ પ્લામોનરી ડિસીઝ, ફેંફસામાં સોજો આવી જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ધુમ્રપાન સૌથી મુખ્ય કારણ છે.

ઝેરી પદાર્થોના સતત સંપર્કમાં રહેવું. આ બીમારીનો કોઇ ઉપાય નથી. પરંતુ કેટલાક ઘરેલુ ઉપાય કરીને તેના લક્ષણોને ઓછા કરી શકાય છે. ટીબી આ ધીરે ધીરે ગંભીર થતી ન્યૂમોનિયાની બીમારી છે. ઘરના બારી-બારણા ખુલ્લા રાખો કારણ કે ટીબીના જીવાણુ બંધ વાતાવરણમાં વધારે ઉત્પન્ન થાય છે. ફેંફસાને સ્વસ્થ રાખવા માટે એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર આહાર લેવો જોઇએ. જે લોકો બ્રોકોલી, કોબી અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરે છે તેમના ફેંફસા સારા હોય છે. ટામેટાનું સેવન કરવાથી ફેંફસાની કાર્યપ્રણાલી સારી રહી છે.

Covid 19 નાં પલ્મોરી ફાઈબ્રોસિસ રોગમાં થતી તકલીફ માટે આયુર્વેદમાં સૂચવેલા સન્નિપાતિક શ્વાસ રોગ અનુસાર ઉપચાર કરવાથી દર્દીને રાહત આપવી શક્ય બને છે. સામાન્ય રીતે અન્ય દવાઓ અને ઓક્સિજન થેરાપીથી થતી ચિકિત્સાની સાથે કોઈ આયુર્વેદીય દવાની આશા રાખવામાં આવતી હોય છે. આવી અપેક્ષા રાખવામાં આવે છે. કેમકે આયુર્વેદીય પદ્ધતિથી જયારે ચિકિત્સાનો વિચાર કરવામાં આવે છે ત્યારે ચિકિત્સાનાં કેન્દ્રસ્થાને રોગ નહીં પરંતુ રોગી હોય છે

આથી જ રોગીને થતી તકલીફ, હિસ્ટ્રી, પરિક્ષણ બાદ થતાં ડાયગ્નોસિસ બાદ લાઈન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવા માટે સૌ પ્રથમ રોગીની પ્રકૃતિ, રોગીની ઉંમર, રોગનું બળ તથા અન્ય બાબતોને ધ્યાનમાં રાખી ત્રિદોષનાં સંતુલનને પાછુ મેળવવા માટે દવા ઉપરાંત અન્ય ઉપચારોનું પણ ખૂબ મહત્વ હોય છે. આપણે ખોરાક અને પાણી વિના લાંબા સમય સુધી જીવિત રહી શકીએ છીએ પરંતુ શ્વાસ લીધા વિના આપણે સહેજ પણ જીવી શકતા નથી . હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોક પછી શ્વસન તંત્ર સંબંધિત બીમારીઓ વિશ્વમાં મોતનું ચોથુ કારણ છે.

વાયુકોષમાં થતાં આ રોગ માટે કફની વિકૃતિ દૂર કરે તેવા ઉપચારો સાથે રોગી સ્વયં કઈ પ્રકૃતિ ધરાવે છે તે બાબત ધ્યાનમાં રાખી તેનાં ખાનપાનનાં સૂચનો આપવામાં આવે છે. રોગીની immunity ,પાચનશક્તિ તથા અગ્નિનું બળ ટકે તેવા ઉપચાર કરવાથી શરીરની સ્વયંની રોગ મટાડવા માટે જરૂરી ઇમ્યુનિટી કામે લાગે છે. તે સાથે દવાથી રોગ જલ્દી મટે છે. નવશેકું ગરમ દૂધ વાવડિંગ નાંખી ઉકાળી ગાળીને તેમાં હળદરનું ચૂર્ણ નાંખી પીવું સરગવાની શિંગનો સૂપ, વેજી સૂપ જેમાં આદું, લસણ, મરી નાંખી ગાયનાં ઘી જીરૂ, હિંગથી વઘાર કર્યો હોય,સરગવાનાં પાનની ભાજી, મેથી,તાંદળજાની ભાજીનો સમયાંતરે ઉપયોગ કરવો ખોરાક સહેલાઈથી પચે તેવો, ઘી,ગોળ,જવ કે બાજરીના લોટ સાથે સૂંઠ,એલચી ઉમેરેલી રાબ, જવની રોટલી, તલનાં તેલમાં અથવા ઘીમાં જીરૂ, હિંગથી વઘારી બનાવેલી મગની ફોતરાવાળી દાળમાં લસણ, મરી, લવિંગ, તજનો ભૂક્કો નાંખી નવશેકી ગરમ ખાવામાં લેવી..

મલાઈ, માવો, તલ ગોળ, ખાંડમાંથી બનાવેલી મીઠાઈ, ફ્રોઝન ડેઝર્ટ, ફ્રિઝ કોલ્ડ વોટર બંધ કરવું. તાજા મોળા તરતના જામેલા મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલા દહીંમાં ત્રણ ગણું પાણી મેળવી બનાવેલી તાજી છાશ શેકેલું જીરૂ, સંચળ નાંખી પી શકાય. આઇસક્રીમ,દહીં ન ખાવું. ઠંડુ દુધ ન પીવું..બપોરે તથા જમ્યા પછી તરત સુવું નહીં. ઉજાગરો કરવો નહીં.

મહાનારાયણ તેલ કે સરસિયા તેલને નવશેકું કરી છાતી તથા પીઠ પર હળવા હાથે માલિશ કરી, નવશેકા ગરમ પાણીથી ન્હાવું. ન્હાયા બાદ તુરંત પંખા, એ.સી.ની હવા નો સામનો ન કરવો. તુલસીનાં ૭-૮ પાન ૧ ૧/૨ કપ પાણીમાં ઉકાળી ઢાંકી નવશેકું ઠંડુ થયે તેને ગાણી તેમાં દેશી ગોળ અથવા સાકર ઉમેરી સવારે નાસ્તા સાથે પીવું. ત્રિફળા ચૂર્ણ અથવા રસાયન ચૂર્ણ નિયમિત લઇ શકાય છે.

દ્રાક્ષ, આંબળા, સંતરા, નાસપતી, દાડમ, સફરજન જેવા ફળો તથા ખજૂર, અંજીર સૂકી કાળી દ્રાક્ષનો નિયમિત અંતરાલે ઉપયોગ કરવો. આવા સામાન્ય ઉપચારોની સાથે ભારંગી, પૂષ્કરમૂળ, પુનર્નવા, ગળો, અરડૂસી, દશમૂળ, દારૂહળદર જેવી વાયુ, કફને સંતુલિત કરે તથા વાયુ કોષોની જીવંતતા વધારે તેવી દવાઓ વૈદ સૂચવી શકે છે.

કોઇ બહારનાં તત્ત્વો કે આહારમાંનાં તત્ત્વો પ્રોટીન વગેરે પ્રતિ જ્યારે આપણું શરીર જે વિરોધી ક્રિયા આરંભે, અથવા કરે તેને એલર્જી કહેવામાં આવે છે. આ રોગને ઉત્પન્ન કરતાં કારણો વાતાવરણજન્ય, આહારજન્ય, કોઇ શારીરિક રોગજન્ય કે માનસિક હોય તો તેને શોધીને દૂર કરવા. તે આ રોગનો કાયમી અને સફ્ળ ઉપચાર છે. ત્રિકટુ સૂંઠ, મરી અને પીપરનું ચૂર્ણ ૩ ગ્રામ પ્રમાણમાં મધ સાથે જમ્યાબાદ બે વખત લઇ શકાય. સૂંઠનો ટુકડો નાંખી ઉકાળી ચોથા ભાગે બળી ગયેલું પાણી, સામાન્ય તાપમાનનું થયે પીવા માટે વાપરવું ભારંગમૂળ ક્વાથ ચારથી છ ચમચી સવારે અને રાત્રે પીવો.

થોડી સૂંઠ નાખેલું, ઠંડું કરેલું પાણી જ પીવું. શ્વાસકાસ ચિંતામણી, મહાલક્ષ્મીવિલાસની ગોળીઓથી ફાયદો થશે. ચોસઠ પ્રહરી પીપર અથવા ત્રિકટુ ચૂર્ણ બે ગામ જેટલું એક ચમચી મધમાં મિશ્ર કરી દિવસમાં ત્રણ વખત ચાટવું.વાસારિષ્ટ કે કનકાસવ ૪-૫ ચમચી લઇ તેમાં એટલું જ પણી ઉમેરી દિવસમાં ત્રણ વાર પીવો..આ રોગમાં કબજિયાત થવા ન દેવી.દિવસમાં ત્રણથી ચાર વાર પચવામાં હલકું અને થોડું ખાવું, પેટ ભરીને ખાવું નહીં.આ પ્રમાણેના ઉપચારથી પલ્મોનરી ફાઈબ્રોસિસ રોગમાં ઘણો ફયદો થાય છે.પલ્મોનરી હાયપર ટેન્શનની post covid19 તકલીફ હોય તેઓએ ફેફસામાં રક્તસંચાર વધારે તેવી પૂષ્કરમૂળ, અરડૂસી જેવી સાદી દવાઓનો ઉપયોગ પણ વૈદના માર્ગદર્શન વગર કરવો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.