Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્યમાં પીવાના પાણીની ફરિયાદ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ

Files Photo

 24 કલાક કાર્યરત રહેતી હેલ્પલાઈન પર ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકાશે   –  1800 233 3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે 

 ગોધરાઃ પંચમહાલ જિલ્લા સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. પીવાના પાણીને લગતી ફરિયાદો જેવી કે હેન્ડપંપ રીપેરિંગ, મીની પાઈપ યોજનાનું રિપેરિંગ, વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠાયોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈ પણ ફરિયાદ આ હેલ્પલાઈન ઉપર કરી શકાશે. આ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધવાની વ્યવસ્થા 24 કલાક કાર્યરત છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઈ કિસ્સામાં ટોલ ફ્રી નંબર 1916 વ્યસ્ત જણાય તો તેવા કિસ્સામાં અન્ય નંબર 1800 233 3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ws.gujarat.gov.in વેબસાઈટના new complaint  સેક્શન મારફતે નવીન ફરિયાદ નોંધાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.