Western Times News

Gujarati News

અમેરિકામાં કોરોના કેસોની સંખ્યા વધી ૧૭.૪૬ લાખ  થઇ

File

અમેરિકામાં કેસોની સંખ્યા વધીને 17.46 લાખ ઉપર પહોંચી છે. અમેરિકામાં આજે અનેક નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે મોતનો આંકડો વધીને ૧૦૨૧૧૬ ઉપર પહોંચી ચુક્યો છે. એટલે કે અમેરિકામાં હવે મોતનો આંકડો પણ એક લાખને આંબી જશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલા પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં રિકવર થયેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં પણ વધારો થઇ રહ્યો છે. આંકડો ૪૯૦૧૫૧ પહોંચી ચુક્યો છે.

એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૧૫૪૦૪૪ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગંભીર કેસોની સંખ્યા વધીને ૧૪૧૬૬ ઉપર પહોંચી ચુકી છે. કોરોનાના કારણે દુનિયાના ૨૧૦ હાલમાં પ્રભાવિત થયેલા છે. ટ્રમ્પ સરકારે પગલા લીધા હોવા છતાં Âસ્થતિ વધુને વધુ વણસી રહી છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યÂક્તનું મોત થઇ રહ્યું છે. ન્યુયોર્ક અને લોસ એન્જલસ અને અન્ય જગ્યાએ પણ Âસ્થતી ખરાબ થઇ રહી છે.

ન્યુયોર્કની હાલત ખુબ કફોડી બનેલી છે. તમામ પ્રયોગ યુદ્ધના ધોરણે થઇ રહ્યા હોવા છતા નિષ્ફળતા મળી રહી છે. સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે. આ મહાસંકટની Âસ્થતી વચ્ચે માસ્ક અને અન્ય તબીબી સાધનોની કમી થઇ ગઇ છે.

ચીનના કારણે આ હાલત થઇ હોવાનો આક્ષેપ અમેરિકી લોકો કરી રહ્યા છે. તમામ દેશો દ્વારા કોરોના સામે જંગ લડવામાં આવી રહી છે પરંતુ કોઇ સફળતા હાથ લાગી રહી નથી. દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કેસોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિવિધ દેશોએ અનેક પગલાઓ લીધા હોવા છતાં Âસ્થતિ સુધરી રહી નથી. સમગ્ર દુનિયામાં સૌથી શÂક્તશાળી દેશ ગણાતા અમેરિકામાં પણ Âસ્થતિ વણસેલી છે.

ોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં થઇ છે. અમેરિકામાં હજુ સુધી ૧૭ લાખથી પણ વધારે કેસો નોંધાઈ ચુક્યા છે. અમેરિકામાં કેસોની સંખ્યા ૧૭૨૫૮૦૮ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરવામાં આવે તો ન્યુયોર્કનો સમાવેશ થાય છે. અમેરિકામાં હાલમાં તંત્ર લાચાર છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે. અમેરિકાને સફળતા મળી રહી નથી. જેથી બીજા દેશોમાં પણ ચિંતા સતત વધી રહી છે. અમેરિકામાં સતત કેસોની સંખ્યા મોતનો આંકડો વધી રહ્યો છે.

સુપરપાવર અમેરિકામાં કોરોનાના કારણે હાહાકાર જારી છે. તમામ નવા નવા પ્રયોગ કોરોનાને રોકવા માટે કરવામાં આવી રહ્યા છે છતાં અમેરિકામાં દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. એક જ દિવસમાં એક હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. ૨૦મી જાન્યુઆરીના દિવસે અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. અમેરિકામાં કોરોના વાયરસ નીચે મુજબ છે.
મોતનો કુલ આંકડો થયો…………… ૧૦૨૧૧૬
કુલ કેસોની સંખ્યા થઇ ………………૧૭૪૬૩૧૧
નવા કેસો નોંઘાયા ……………………૧૦૦૦થી વધુ
૨૪ કલાકમાં મોત –
ગંભીર અસરગ્રસ્ત …………………….૧૭૧૬૬
રિકવર લોકો ……………………………૪૯૦૧૫૧
એક્ટિવ કેસોની સંખ્યા ……………….૧૧૫૪૦૪૪


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.