Western Times News

Gujarati News

ગુસ્સો એ પોતાની જાતને આપવામાં આવેલી સજા છે

પ્રતિકાત્મક તસવીર

(૬૮) સંબંધના આટાપાટા: વસંત મહેતા
આપણે સૌએ જિંદગીમાં કયારેય પણ કોઈની સાથે નાની-અમથી વાતમાં ઝઘડો તો કર્યો જ હશે ? ઘણી વખત આપણે કોઈને એમ પણ કહ્યુ હશે કે આ ઘરમાં કાયમ કંકાસ જ હોય છે. પણ મિત્રો, એ કંકાસમાં એકબીજા ઉપર એલફેલ બોલી ઉશ્કેરણી કરતાં હોઈએ છીએ પછી ઘરમાં ઝઘડો શરૂ થાય છે. એક બીજા સાથે બોલાચાલી કરીને ઝઘડે તે સારૂ પણ ઘણી વખત એટલી ઉશ્કેરણી થાય છે કે, એકબીજા ખૂના મરકી ઉપર ઉતરી જાય છે અને પછી પસ્તાવો થાય છે.

મને જયાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ઝઘડાના મૂળમાં ઉશ્કેરણીનો બહુ મોટો ફાળો હોય છે. એટલે મિત્રો ક્યારેય કોઈ તમને હાથો બનાવે તો તેનો હાથો બનીને ઉશ્કેરાઈને કશુ ખોટુ અજુગતુ કરી ન બેસતા. ઝઘડાના મૂળને કોઈ સમજાવી ન શકે અને તેમ છતાં એ માટે પ્રયાસ કરી રહયો છુ.  જાે તમને આ પ્રયત્ન ન ગમે તો મારી સાથે ઝઘડો કરવા આવતા નહી.

ઝઘડાનો અર્થ બે વ્યક્તિ એકબીજાને પૂરા સાંભળ્યા કે સમજ્યા વિના મોટા અવાજે એકબીજા ઉપર તાડૂકે અને જારશોરથી એકબીજાને ઉશ્કેરવા લાગે તેવો વાર્તાલાપ શબ્દ પ્રયોગથી શરૂ થાય છે વાત તમને કદાચ સાચી લાગે કે ન લાગે પણ જા ધ્યાનથી ઉંડાણથી વિચારશો તો સમજાશે કે મેં કોઈને વિના કારણે તેની સાથે ઝઘડો કરી બેઠો.

ઝઘડો ઉશ્કેરણી વિના થતો જ નથી. ઝઘડાને શાંત પાડવા માટે આસપાસના લોકો કે પછી ઘણીવાર મિત્રો પણ આવે છે પણ આપડા મગજમાં સામેલાની વાત એવી ઘર કરી ગઈ હોય છે કે આપણે બસ તેને મારવા જ દોડીએ છીએ અને શાંત પડયા પછી આપણને પસ્તાવો થાય છે આવુ મારા- તમારા જીવનમાં એકાદ બે વાર તો બન્યુ જ હશે…?


ગુસ્સોએ પોતાની જાતને આપવા આવેલી સજા છે. જાકે ઘણી સરળ વાત છે જાે જીવનમાં આ એક વાત સમજાઈ જાય તો માનવી ખરેખ બધી રીતે સુધારો કરી લે અને ગુસ્સો કરવાનુ છોડી દે અથવા તો ધીમે ધીમે ગુસ્સા ઉપર કન્ટ્રોલ કરતાં શીખી જાય છે. અહીં એક પતિ-પત્નીની વાત સમજવા જેવી છે અને અમલમાં મૂકવા જેવી પણ છે.

જયારે પત્ની ગુસ્સામાં હોય ત્યારે દલીલો નહી કરવાની અને સીધુ ‘સોરી’ (અંગ્રેજા આપડા માટે આ નાનકડા શબ્દ છોડી ગયા છે) બોલી નાંખવાનુ એટલે વાત ત્યાં જ પતી જાય. જા આગળ બોલો તો વાત આગળ વધતી જ જાય અને ગુસ્સો બે કાબુ બનતો જાય.

જો આ વાત જીવનમાં શીખી જશો તો ખરેખર ઘરમાં કે ઓફિસમાં તમારા નામની શાંતિ તો ચોક્કસ થઈ જશે. ઘણી વખત નાની-નાની વાતે ઝઘડો કરી બેસતી વ્યક્તિ ઘરમાં અને બહાર અળખામણી થતી જાય છે અને કહે છે, છોડને યાર.. એની સાથે બોલવા જેવુ જ નથી.

ઝઘડા દરેક ઘરમાં થતા હોય છે અને એમાં ખોટુ પણ નથી પણ સમજદારી સાથે પૂરો ન થાય તો તે બહુ ખરાબ છે. અહી એક વાત એ પણ કરી દઉ કે ઝઘડો શરૂ ક્યારે થાય અને શા માટે થાય એ વાત સમજવી જાઈએ. ઘણી ખત પોતાનો જ મુદ્દો સાચો એવુ પ્રસ્થાપિત કરવામાં પણ ઝઘડો થઈ જાય છે. હું તો એમ કહુ છુ કે આવી બાબત ઉપર ઝઘડો થવો જાઈએ નહિ. ઘણીવાર તમારી વાત સાચી હોય પણ મને ન ગમતી હોય, આ માટે લડવાની કે બૂમ-બરાડા કરવાની નથી. શાંતિથી બેસી રહો આપોઆપ સમય આવ્યે વાત સમજાઈ જશે. અટલે જ આપણા વડવાઓ કહી ગયા છે કે “કજ્યિો ઘરના દરવાજા બહાર રહે” એવા પ્રયાસો કરજા. અંતે લાભ તમને જ મળશે અને શાંતિ પણ તમે જ પામશો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.