Western Times News

Gujarati News

પુલવામા પાર્ટ ૨ મામલે સુરક્ષાદળોએ હિજબુલ આતંકીના ભાઈની ધરપકડ કરી

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના પુલવામામા આઇઇડીથી ભરેલી કાર મળવા મામલે એક મોટી કાર્યવાહી થઈ છે. પોલીસે સફેદ સેન્ટ્રો કારના માલિક હિદાયતુલ્લાના ભાઈની ધરપકડ કરી છે. તે શોપિયાનો રહીશ છે. આતંકી હિદાયતુલ્લા ૨૦૧૯થી જ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે. પુલવામા જેવા હુમલાને ફરીથી દોહરાવવાના ષડયંત્રમાં આ કારનો ઉપયોગ થવાનો હતો. પરંતુ સમયસર સુરક્ષાદળે ષડયંત્ર પકડી પાડ્‌યું, કારને જપ્ત કરી અને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી. આતંકીઓએ વિસ્ફોટકો ભરેલી કા માટે કઠુઆની જે બાઈકની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો તેને પણ પોલીસે મેળવી લીધી છે.

સુરક્ષાદળોએ ગુરવારે સવારે જે સફેદ રંગની કારને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા ઉડાવી તેના અંગે હવે મોટો ખુલાસો થયો છે. આ કાર હિદાયતુલ્લાહ મલિક નામના વ્યક્તિની હતી. તેના પિતાનું નામ એબી મલિક છે. કહેવાય છે કે આ આતંકી શોપિયાના શરતપોરા ગામનો રહીશ છે. તે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે અને જુલાઈ ૨૦૧૯થી ઘાટીમાં એક્ટિવ છે. અત્રે જણાવવાનું કે પોલીસ પહેલા જ કહી ચૂકી છે કે આ ષડયંત્ર પાછળ મુખ્યત્વ જૈશ એ મોહમ્મદનો હાથ હતો. જેમાં હિજબુલ મુજાહિદ્દીન તેને મદદ કરી રહ્યું હતું.

ગુરુવારે સવારે સુરક્ષાદળોએ જે સફેદ રંગની કારને કંટ્રોલ બ્લાસ્ટ કરીને ઉડાવી તેમા આતંકવાદીઓ વિસ્ફોટકો લઈને જઈ રહ્યાં હતાં. આતંકીઓ પુલવામા જેવા હુમલાને દોહરાવવા માંગતા હતાં. કારમાં ચાલીસથી પચાસ કિલો જેટલો વિસ્ફોટક હતો. બોમ્બ સ્ક્વોર્ડે જ્યારે કારને બ્લાસ્ટ કરી તો તેનો કાટમાળ ૫૦ મીટર સુધી ઉડ્‌યો હતો. આ દરમિયાન આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવાયા હતાં.

વાત જાણે એમ છે કે ગત અઠવાડિયે એક ઈનપુટ મળ્યું હતું કે જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓ પુલવામા જેવા કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે છે. ત્યારબાદથી જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા ઝ્રઇઁહ્લની સાથે સાથે સેના પણ અલર્ટ હતી. બુધવારની રાતે પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારમાં હાઈવે પર નાકાબંધી દરમિયાન એક સંદિગ્ધ ગાડીને અટકવાનો ઈશારો કર્યો. પરંતુ તે કાર રોકાઈ નહીં. પોલીસે તેના પર ફાયરિંગ કર્યું પરંતુ આતંકીઓ અંધારાનો લાભ ઉઠાવીને કાર ત્યાં જ મૂકીને ભાગી ગયા. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવી. સવારે જ્યારે આ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી તો તે કારની અંદરથી વિસ્ફોટકો મળી આવ્યાં. એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે આ અંગે અનેક ખુલાસા પણ કર્યા હતાં.

જેમ કે સફેદ રંગની આ સેન્ટ્રો કારનું રજિસ્ટ્રેશન એક ટુ વ્હીલરનું હતું. કહેવાય છે કે આ કારને હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી આદિલ ચલાવી રહ્યો હતો. સંયોગ તો જુઓ જે આતંકવાદીએ ગત વર્ષ પુલવામામાં ગાડીમાં વિસ્ફોટક ભરીને સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો તેનું નામ પણ આદિલ જ હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ  તૈયાર કરવામા અને તેને કારમાં પ્લાન્ટ કરવા પાછળ પાકિસ્તાની આતંકવાદી અને જૈશ કમાન્ડર વલીદનો હાથ હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.