Western Times News

Gujarati News

દેશને ભ્રષ્ટાચારના કાદવમાંથી બહાર નીકળતો જાયોઃ મોદી

કેન્દ્રમાં ભાજપ સરકારનું એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને લખેલો પત્ર ઃ કોરોનામાં જે કોઇને મુશ્કેલીઓ પડી છે તેમનું સમસ્યાનું સમાધાન કરવા સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છીએ ઃ મોદી

નવી દિલ્હી, કેન્દ્રમાં ભાજપની સરકારને એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વર્તમાન કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને પત્ર લખીને જણાવ્યુ છે કે, છેલ્લા છ વર્ષમાં તેમના સાસન દરમ્યાન દેશને ભ્રષ્ટાચારના કાદવમાંથી બહાર નીકળતા જાયો છે. અને સરકારે તેમના સાસન દરમ્યાન કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં જણાવ્યુ છે કે, આજથી એક વર્ષ અગાઉ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ જોડાઈ ગયું હતું. દેશમાં દાયકાઓ પછી કોઈ પણ સરકારને સતત બીજી વાર સંપૂર્ણ બહુમતી આપીને જનતા જનાર્દને દેશની ધૂરા સંભાળવવાની જવાબદારી સુપરત કરી હતી. આ પ્રકરણમાં તમારી બહુ મોટી ભૂમિકા રહી છે. આ સ્થિતિસંજોગોમાં આ દિવસ મારા માટે, આ પ્રસંગ મારા માટે તમને નમન કરવાનો છે, ભારત અને ભારતીય લોકતંત્ર પ્રત્યે તમારી આ નિષ્ઠાને પ્રણામ કરવાનો.
જો સ્થિતિસંજોગો સામાન્ય હોત, તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હોત. પણ વૈશ્વિક રોગચાળા કોરોનાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિઓમાં હું તમને આ પત્ર દ્વ્રારા તમારા ચરણોમાં પ્રણામ કરું છું અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.
વર્ષ ૨૦૧૪માં તમે, દેશની જનતાએ, દેશમાં એક મોટા પરિવર્તન માટે મતદાન કર્યું હતું, દેશની નીતિ અને રીતિ બદલવા માટે મતદાન કર્યું હતું. વીતેલા પાંચ વર્ષમાં દેશને જડ વ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચારના કાદવમાંથી બહાર નીકળતા જોયો છે. આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં અંત્યોદયની ભાવનાની સાથે ગરીબોનું જીવન સરળ બનાવવા માટે વહીવટી વ્યવસ્થામાં પરિવર્તન જોયું છે, લોકોએ એને અનુભવ્યું છે.

આ સમયગાળા દરમિયાન એક તરફ વિશ્વમાં ભારતની આન-બાન-શાનમાં વધારો થયો, બીજી તરફ અમે ગરીબોના બેંક ખાતા ખોલીને, તેમને મફત ગેસ કનેક્શન આપીને, વીજળીનું મફત કનેક્શન આપીને, શૌચાલય બનાવીને, ઘર બનાવીને, ગરીબોની ગરિમા પણ વધારી. આ સમયગાળામાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, એર સ્ટ્રાઇક થઈ હતી, તો અમે વન રેન્ક વન પેન્શન, વન નેશન, વન ટેક્સ – ય્જી્‌, ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવ (સ્જીઁ) વધારવાની માંગણીઓ પણ પૂરી કરવા માટે કામ કર્યું. એ કાર્યકાળ દેશની અનેક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સમર્પિત રહ્યો હતો.

છેલ્લાં એક વર્ષમાં કેટલાંક મહ¥વપૂર્ણ નિર્ણયો વધારે ચર્ચાસ્પદ રહ્યાં છે અને આ કારણે આ ઉપલબ્ધિઓ યાદ રહે એ બહુ સ્વાભાવિક છે. રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે કલમ ૩૭૦ની વાત હોય, સદીઓ જૂનાં સંઘર્ષના સુખદ પરિણામ – રામમંદિરના નિર્માણની વાત હોય, આધુનિક સમાજ વ્યવસ્થામાં અવરોધરૂપ બનેલી ટ્રિપલ તલાકની કુપ્રથાની વાત હોય, કે પછી ભારતની કરુણાનું પ્રતીક નાગરિકતા સંશોધન કાયદો હોય – આ તમામ ઉપલબ્ધિઓ તમને બધાને યાદ છે.

દેશવાસીઓની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરીને અમે ઝડપથી આગળ વધી રહ્યાં હતાં કે કોરોના નામના વૈશ્વિક રોગચાળાએ ભારતને ઘેરી લીધો. એક તરફ, જ્યાં અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ અને વિશાળ અર્થતંત્ર ધરાવતી વિશ્વની મહાશક્તિઓ છે, તો બીજી તરફ આટલી મોટી વસ્તી અને અનેક પડકારોથી ઘેરાયલું આપણું ભારત છે. ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે, જ્યારે ભારત પર કોરોનાનો કહેર વરસશે, ત્યારે ભારત આખી દુનિયા માટે સંકટ બની જશે. પણ આજે તમામ દેશવાસીઓએ ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. તમે સાબિત કરી દીધું છે કે, વિશ્વના શક્તિશાળી અને સંપન્ન દેશોની સરખામણીમાં ભારતવાસીઓનું સામૂહિક સામર્થ્ય અને ક્ષમતા અભૂતપૂર્વ છે.

તાળી-થાળી વગાડીને અને દીપ પ્રકટાવવાથી લઈને ભારતની સેના દ્વારા કોરોના વોરિયર્સનું સમ્માન હોય, જનતા કરફ્યૂ હોય કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન હોય – દરેક પ્રસંગે તમે સાબિત કર્યું છે કે એક ભારત જ શ્રેષ્ઠની ગેરેન્ટી છે.

ચોક્કસ, આટલા મોટા સંકટમાં કોઈ આ દાવો ન કરી શકે કે કોઈને કશી તકલીફ પડી નથી, કોઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો નથી. આપણા શ્રમિક સાથીદારો, પ્રવાસી મજબૂત ભાઇબહેનો, નાનાં-નાનાં ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો, રેલવે સ્ટેશન પર ચીજવસ્તુઓનુ વેચાણ કરતા ફેરિયાઓ, લારી-ગલ્લાં ચલાવતા, આપણા દુકાનદાર ભાઇબહેનો, લઘુ ઉદ્યોગસાહસિકો – આ તમામ દેશવાસીઓને ઘણી મુશ્કેલી પડી છે. એમની સમસ્યાઓનું સમાધાન કરવા તમામ મળીને પ્રયાસ કરી રહ્યાં છીએ.

પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જીવનમાં અસુવિધા આફતમાં ન બદલાઈ જવી જોઈએ. આ માટે દરેક ભારતીયો માટે દરેક સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. જેમ અત્યાર સુધી અમે ધૈર્ય અને ખંતને જાળવી રાખ્યું છે, એ જ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.