Western Times News

Gujarati News

શહેરમાં ચોમાસાલક્ષી કામગીરી માટે ટાગોર હોલ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

૧૫૦ સ્થળે સી.સી.ટી.વી. લગાવવામાં આવ્યા ઃ ૪૬ હજાર કેચપીટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ઃ ૧૦પ ડી-વોટરીંંગ પંપની સર્વિસ થઈ

અમદાવાદ: (દેવેન્દ્ર શાહ) વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોનાને નિયંત્રણમાં લેવા માટે દેશભરમાં લોકડાઉન ના ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે તેમજ હાલ લોકડાઉન ૫.૦ કે અનલોક -૧ નો અમલ થઈ રહ્યો છે.રાજ્ય સરકારે જનહિતને ધ્યાનમાં રાખીને છુટછાટ આપી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારની ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે નાગરિકોના હિતને ધ્યનમાં લઈ પ્રજાલક્ષી કામ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પ્રિ-મોન્શુન એક્શન પ્લાનને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રિ-મોન્શુન પ્લાન અંતર્ગત શહેરની તમામ કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો છે. જ્યારે ડી-વોટરીંગ પમ્પના ઓઈલીંગ અને વાહનો ભાડે લેવાની તેમજ સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ પમ્પીંગ ની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.તેમજ ટાગોર હોલ ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

શહેરમાં ચોમાસાના આગમન આડે ૧૫ દિવસ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. રપ માર્ચથી લોકડાઉનનો અમલ થયો હોવાથી ચોમાસાલક્ષી કામ શરૂ કરવામાં થોડો વિલંબ થયો છે. તેમ છતાં અત્યાર સુધી સંતોષજનક રીતે કામ કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય પરંપરા મુજબ એપ્રિલ મહિનાથી પ્રિ-મોન્શુન એક્શન પ્લાનના કામ શરૂ થાય છે. તથા ૩૧મી મે સુધી તેને પૂર્ણ કરવાના રહે છે. ચાલુ વર્ષે પૂર્વ કમિશ્નર વિજય નહેરાએ ૧પ માર્ચથી કેચપીટ-મેનહોલની સફાઈ શરૂ કરવા સુચના આપી હતી. પરંતુ આ સમય દરમિયાન તંત્ર કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હતું. ત્યારબાદ લોકડાઉન શરૂ થતા મજુરોની અછત સર્જાઈ હતી. આમ તો હોળી પછી જે મજુરો પરત આવવાના હતા તે પૈકી મોટાભાગના મજુરો આવી શક્યા ન હતા. તેમ છતાં ઈજનેર વિભાગના અધિકારીઓએ કેચપીટ સફાઈનું કામ પૂર્ણ કર્યુ છે.

મ્યુનિ. સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરમાં ૪૬૮૧પ કેચપીટ છે. જેની સફાઈ નો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. તેમજ ૨૩મી મે થી કેચપીટ સફાઈ નો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. બીજા રાઉન્ડમાં ૪૬૫૦૫ કેચપીટ પૈકી ૧૩૩૮૧કેચપીટો ની સફાઈ થઈ ગઈ છે. જયારે ૩૩૧૨૦ ની સફાઈ બાકી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં રજીસ્ટર્ડ જુદી-જુદી મંડળી દ્વારા કેચપીટ સફાઈના કામ કરાવવામાં આવ્યા છે. મજુરોની અછત અને કોરોનાના કપરા સમયમાં પણ આ કામ કરવામાં આવ્યું છે.

શહેરની ૩૦પ૦પ કેચપીટોની સફાઈ ર૪ એપ્રિલ સુધી થઈ ગઈ હતી. જ્યારે ૧રર૬૩ કેચપીટની સફાઈ રપ એપ્રિલથી ૩જી મે સુધી કરવામાં આવી છે. ૧૩ મી તારીખ થી શરૂ કરવામાં આવેલા બીજા રાઉન્ડ દરમ્યાન શહેરના ઉત્તર ઝોનમાં ૧૨૫૬, દક્ષિણ ઝોનમાં ૨૬૭૬, મધ્યઝોનમાં ૩૬૨૧, પૂર્વઝોનમાં ૨૨૦૧, પશ્ચિમ ઝોનમાં ૩૩૫૧, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં શૂન્ય અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ર૭૬ કેચપીટોની સફાઈ થઈ ગઈ છે. કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો હોવાથી તેનુ ક્રોસ-ચેકીંગ થયા બાદ બીજા રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૩૩૮૧ કેચપીટો સાફ થઈ ગઈ છે.આગામી ત્રણ દિવસમાં કેચપીટ સફાઈ નો બીજો રાઉન્ડ પણ પૂર્ણ કરવામાં આવશે.

પ્રિ-મોન્શુન એક્શન પ્લાનમાં સેન્ટ્રલ વકર્શોપનીકામગીરી પણ મહત્વની રહે છે. ચોમાસા માટે જીપ કે અન્ય વાહનો ભાડે લેવામાં આવે છે તેની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણ થ્ઇ ગઈ છે. જ્યારે ડી-વોટરીંગ મટોના ૧૦પ પમ્પના ઓઈલીંગ સહિતનું કામ પણ થઈ ગયું છે. ચાલુ વર્ષે ચોમાસાની સીઝન માટે રપ જીપ ભાડે લેવામાં આવશે. તેવી જ રીતે જરૂરી સાધનોની ખરીદી માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનના તમામ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન મેઈન્ટેનન્સના કામ લગભગ પૂરા થઈ ગયા છે. વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈનની સફાઈનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે તેમાં થયેલા અનઅધિકૃત જાડાણો દૂર કરવામાં આવશે.

મ્યુનિસિપલ ઈજનેર વિભાગના સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર શહેરની ભૌગોલિક પરિÂસ્થતિને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વાટર લાઈનને જાડતા ૩૧ સ્ટ્રોમ વાટર પંપીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેના મેઈન્ટેનન્સની કામગીરી ૧ લી મે થી શરૂ કરવામાં આવી હતી તથા તમામ ૩૧ સ્ટ્રોમ વોટર પમ્પ ની પ્રિવેંટિવ મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.શહેરના સાત ઝોનમાં વોર્ડની ભૌગોલિક સ્થિતિ તેમજ હયાત સ્ટોર્મ વાટર તેમજ ડ્રેનેજને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલ માટે પ૪ જેટલા નાના સમ્પ બનાવ્યા છે. જેમાં જરૂરીયાત મુજ પંમ્પ મુકવામાં આવી રહ્યા છે. વોર્ડ લેવલની માંગણી મુજબ કુલ ૮૭ પંપ ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત ૬૪ સુએઝ પંપીંગ સ્ટેશનોમાં તેમજ દોસ ટર્મિનલ પંપીંગ સ્ટેશનો સહિત ૬૪ પંપીંંગ સ્ટેશનોમાં પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. શહેર ના નવ અંડરપાસ માં ડી વોટરિંગ પમ્પ મુકવામાં આવ્યા છે. દર વરસ ની જેમ ચોમાસા પહેલા ટાગોર હોલ સહિત ૧૮ સ્થળે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

મુખ્ય કંટ્રોલ રૂમ ને કનેક્ટેડ ૧૫૦ સી.સી.ટી.વી. પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે ગત વર્ષથી ૩૧ વાટર પમ્પીંગ સ્ટેશનમાં સ્કાડા મોનિટરીંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં દરેક ઝોન તેમજ અધિકારીને મોબાઈલ ઍપ પર વરસાદી પાણીના પંમ્પીંગ સ્ટેશનની કામગીરી કરવામાં આવે છે. જેના મેઈન કન્ટ્રોલ રૂમ સાથે જોડાણ કરી સતત ચકીંગ કરવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.