Western Times News

Gujarati News

વડોદરા જિલ્લાની ચાર APMCમાં ૫૦૧૨ ક્વિન્ટલ ખેતપેદાશોની આવક

પ્રતિકાત્મક

અત્યાર સુધી માં કિસાનો દ્વારા ૧૦૬૨૦૨  ક્વિન્ટલ ખેત પેદાશો નું વેચાણ

વડોદરા જિલ્લા  કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ખેડૂતોની સરળતા માટે  જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ચાલુ કરવાની સૂચના આપી હતી અને સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને આ એપીએમસીનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

વડોદરા જિલ્લાની કરજણ,સાવલી,વાઘોડિયા અને ડેસર ના અનાજ માર્કેટ યાર્ડ  શરૂ થતા ખેડૂતો  એ પોતાની ખેત પેદાશો નું વેચાણ કર્યું હતું. જિલ્લા રજિસ્ટ્રાર શ્રી  ચારે લે  જણાવ્યું કે  આજે માર્કેટ યાર્ડમાં એરંડા ૫૫૭ ક્વિન્ટલ, તુવેર ૩૬૦ ક્વિન્ટલ, મકાઈ ૦૦ ક્વિન્ટલ,કપાસ ૪૦૦૩ ક્વિન્ટલ, ઘઉં ૧૯ ક્વિન્ટલ, બાજરી ૩૬ ક્વિન્ટલ ,  ચોખા ૩૭ ક્વિન્ટલ અને   મગ ૦૦ ક્વિન્ટલ સહિત કુલ ૫૦૧૨ ક્વિન્ટલ ખેત પેદાશો ની આવક થઇ હતી.   ચારેય માર્કેટ યાર્ડ માં આજે કપાસની કુલ ૪૦૦૩ ક્વિન્ટલ ની આવક થઇ હતી.અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા ૧૦૬૨૦૨ ક્વિન્ટલ ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.ખેડૂતોને ખેતપેદાશોના  વાજબી ભાવ પણ મળી રહ્યા છે.

બજાર સમિતિઓના સંચાલન દરમિયાન કોરોના સંકટ અને લોક ડાઉન ને અનુલક્ષીને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની બાબતો તેમજ જરૂરી લોજીસ્ટિક અને મેન પાવરની દેખરેખ  રાખવામાં આવી રહી છે. જ્યારે નિયમ પ્રમાણે ખેડૂતોના વધુ માં વધુ ઓનલાઇન નોંધણી કરે તે માટે  જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાની 8 એપીએમસી પૈકી કરજણ,વાઘોડિયા,ડેસર અને સાવલીમાં અનાજ,એરંડા સહિતની જણસીઓ ના ખરીદ વેચાણની,પાદરા અને વડોદરામાં શાકભાજીના વેપારની અને ડભોઇ શિનોર – સાધલીમાં ટેકાના ભાવે ખરીદીની પ્રવૃત્તિઓ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.