Western Times News

Gujarati News

પરમીટ વગર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી

પ્રતિકાત્મક

સંગ્રહ કરવાની પ્રવૃત્તિ હાથ ધરનાર પિન્ટુ માળીની ધરપકડ કરી જામનગર જિલ્લા જેલ ખાતે મોકલવામાં આવ્યો

વડોદરા સાવલી માળી મહોલ્લો તા.સાવલી જિ. વડોદરા ખાતે રહેતા ૩૩ વર્ષીય દિલીપ ઉર્ફે પિન્ટુ રાજુભાઇ માળી વિરૂધ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૯ દરમિયાન ગુનાઓ નોંધાયા હતા. ગત તા.૨૯ માર્ચ-૨૦૧૯ના રોજ ગેમ ચેન્જર વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની કંપની સીલબંધ બોટલો નંગ ૩,૪૫૬ કિંમત રૂ.૩,૪૫,૬૦૦, હેવર્ડસ ૫૦૦૦ બીયરના ૫૦૦ એમ.એલ.ના કંપની સીલબંધ ટીન નંગ ૪૦૮, કિંમત રૂ.૪૦,૮૦૦ સહિત કુલ રૂ.૩,૮૬,૪૦૦નો મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યો છે અને તેની જામીન તા.૮ એપ્રિલ-૨૦૧૯ના રોજ કરવામાં આવી છે. પરમીટ વગર ગેરકાયદેસર રીતે મોટા પાયે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી, સંગ્રહ કરવાની અસામાજિક પ્રવૃત્તિ હાથ ધરનાર પિન્ટુ માળીની, વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા તા.૧૫ એપ્રિલ-૨૦૧૯ના રોજ પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આથી તેની ગુજરાત અસમાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા-૧૯૮૫ની કલમ ૯ (૧) અન્વયે અટકાયત કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા કલેકટરે તા.૧૨ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ હુકમ કરતા પોલીસ ખાતા દ્વારા તેની તા.૨૪ મે-૨૦૨૦ના રોજ રાત્રે ૧૧ વાગ્યે ધરપકડ કરી જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.