Western Times News

Gujarati News

સુરતમાં પ્રેમ પ્રકરણમાં ઘાતક હથિયારો સાથે જૂથ અથડામણ

સુરત (ફાઈલ)

સુરત, લાકડાઉન વચ્ચે રાત પડતા કર્ફ્યૂ હોવા છતાં લોકો બહાર નીકળતા હોય છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે અથડામણ થઇ હતી. અથડામણને પગલે ત્રણ લોકોને ગંભીર ઇજા, જયારે ૧૦થી વધુ લોકો ઘવાયા હતા. પોલીસે બનાવ સ્થળે પહોંચીને મામલો થાડે પાડ્‌યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસ, રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ અકબર સઈદના ટેકરા ખાતે પઠાણવાડ ન્યૂ કબ્રસ્તાનની સામે જુનેદ અસલમભાઇ શેખ મજૂરાગેટ ખાતે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. જુનેદનો પિતરાઈ ભાઈ જુબેર શેખ કાસિક મેમણના દવાખાના તરફથી નાસ્તો કરી આવતા હતા ત્યારે સોહીલ ઉર્ફે અગ્ગાની તૈયબ આમલેટની લારી સામે અડચણરૂપ મૂકેલી બાઈક હટાવવા કહેતા ઝઘડો થયો હતો.

આ સમયે ત્યાં સોહીલ ઉર્ફે અગ્ગાની સાથે હાજર સ્થાનિક યુવાનો સાદીક આમલેટ, અહમદ આમલેટ, અજ્જુ કેરેમવાલા, હારુન આમલેટ, સાબીર આમલેટ, રશીદ કોઢેલ, સાદીક ઉર્ફે અંદી, સઈદ આમલેટ, શાહરુખ ડુંડા, આદીલ અને સાહિલે જુબેરને માર માર્યો હતો. જુનેદના પિતરાઈ ભાઈ શેખ સમીર, શેખ જાકીર દાઉદ અલીની પુત્રી મુસ્કાન સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને તમામ હુમલાખોરો દાઉદ અલીના સગા સંબંધીઓ છે.

તેમને પ્રેમ સંબંધ મંજૂર ન હોય થોડા દિવસો અગાઉ પણ ઝઘડો થયો હતો. તેની અદાવતમાં જ ફરી હુમલો કર્યો હતો.જોકે આ મારામારીમાં જુનેદ છોડાવવા વચ્ચે પડતા તલવારથી હુમલો કરાતા જુનેદને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જુબેરને પણ લાકડાના ફટકા અને તલવાર મરાતા ગંભીર ઇજા થઇ હતી. ઝઘડો વધતા બંનેને છોડાવવા માટે જુનેદનો ભાઈ અજીમ, નદીમ, ફોઈનો દીકરો સાકીર શેખ રફીક, પિતરાઈ ભાઈ શેખ ઇમરાન શેખ અમીન, શેખ સમીર, શેખ જાકીર, શેખ તોફીર, શેખ કાસિક, શેખ અવેઝ, શેખ આસીફ, જુબેરના મામા સહિત નવ લોકો દોડી આવતા તેમના પર પણ હુમલો કરાતા નાની-મોટી ઇજા થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.