Western Times News

Gujarati News

કાલુપુર રેલવે સ્ટેશન પર યુવકને માર મરાયો, સારવાર બાદ ઘરે આવતા મોત

અમદાવાદ,લાકડાઉન ખુલતા જ હવે લોકો બહાર નીકળી રહ્યા છે અને એકબીજાના સંપર્કમાં પણ આવી રહ્યા છે. માણસની સાયકોલોજી પ્રમાણે હવે બે માસથી ઘરે બેઠા હોવાથી લોકો કંટાળી ગયા છે. લોકોને ગુસ્સો આવવાનું પણ આ જ એક કારણ માનવામાં આવી રહ્યું છે. જેના કારણે હવે અમદાવાદમાં મારામારી અને હત્યા જેવા બનાવો બને તો કોઈ નવાઈ નહીં. આવો જ એક કિસ્સો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના ૧૨ નંબરના પ્લેટફોર્મ પર બન્યો હતો. ઇજાગ્રસ્ત યુવકે માર મારનારનું નામ બતાવ્યા બાદ રાત્રે આ યુવકનું મોત થયું હતું.

ગોમતીપુરમાં રહેતા રામશકલ કહાર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં ચાર બાળકો છે. જે પૈકી પ્રદીપ નામના પુત્રને થોડા દિવસ પહેલા કોઈએ માર્યો હોવાની તેમને જાણ થઈ હતી. જાણ થતા જ તેઓ પ્રદીપને સારવાર માટે લઈ ગયા હતા. સારવાર બાદ તેને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઈ ઘરે લવાયો હતો. ઘરે તેના પિતાએ તેને આરામ કરવાનું કહ્યું હતું. બાદમાં તેને કોણે કેમ માર્યો એ બાબતે તેને પૂછતાં તેને કહ્યું કે સરસપુરમાં રહેતો ધર્મેશ ઉર્ફે ટૂંડો પટેલ નામના યુવકે જાંઘના ભાગે તથા શરીરના અન્ય ભાગે હથિયારથી ઘા માર્યા હતા.

આટલું કહીને તે સુઈ ગયો હતો. પણ અડધી રાત્રે રામશકલ ભાઈએ જોયું તો તેમનો પુત્ર મૃત હાલતમાં હતો. જેથી તેની અંતિમવિધિ કરી અને બાદમાં શહેર કોટડા પોલીસને જાણ કરી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પર ૧૨ નંબરના પ્લેટફોર્મ પર બનેલા આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. જોકે, હત્યા કયા કારણોસર કરવામાં આવી તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.