Western Times News

Gujarati News

પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવમાં વધારો થઈ શકે છે

Files Photo

ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારની તિજારીને કોરોના મહામારીને કારણે કરવામાં આવેલ લોકડાઉનથી ભારે નુકસાન થયું છે. જેની ભરપાઈ કરવા માટે સરકાર પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા અંગે વિચારણા કરી રહી છે. જા કે, આ પગલાથી કદાચ હોબાળો મચી શકે આ વિચારીને ખૂબ ધીરે ધીરે આગળ વધવા અંગે વિચારી રહી છે.

મહ¥વનું છે કે પોતાના ખર્ચા, કર્મચારીઓના પગાર અને પહેલાથી લીધેલા ઉધારની ચુવકણી માટે પણ રાજ્ય સરકારને ખૂબ મોટો કર્ઝ લઈ રહી છે. ત્યારે સરકારને હાલ પોતાની આવક વધારવા અને ખર્ચને સરભર કરવા માટે આ એક રસ્તો દેખાઈ રહ્યો છે. જા કે, તેનાથી નાગરિકોની નારાજગી વહોરી લેવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ સમગ્ર મામલે જાણકાર સૂત્રનું કહેવું છે કે, ગુજરાત સમાન બીજા રાજ્યોની તુલના કરવામાં આવે તો રાજ્યમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસ પર લાદવામાં આવતા વેટ અને સેસ ટેક્સની ટકાવારી ઘણી ઓછી છે. લોકડાઉનના કારણે રાજ્ય સરકારની આવક બંધ થઈ જતા ઘણી રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં આ ત્રણેય વસ્તુ પર વેટની ટકાવારી વધારી દીધી છે.

જેથી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ આ ટેક્સની રકમ વધારવા માટે વિચારાધીન છે. હાલ રાજ્યોમાં પેટ્રોલ અને ડિઝલ પર ૧૭ ટકા અને ૪ ટકા સેસ વસૂલવામાં આવી રહ્યો છે. જ્યારે ગેસ પર ૧૫ ટકા વેટ લાગુ પડે છે. જા કે, સૂત્રોએ જણાવ્યું કે, નાગરિકોની નારાજગીને ધ્યાને રાખીને હાલ સરકાર આ વસ્તુઓ પર વેટ વધારવાની જગ્યાએ અન્ય વિકલ્પ અંગે વિચારી રહી છે. એવું પણ બની શકે છે કે પેટ્રોલ અને ડિઝલ અને બંને માટે અલગ અલગ ટેક્સ માળખું બની શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.