Western Times News

Gujarati News

પાસપોર્ટ સહાયતા કેન્દ્ર શરૂ, તત્કાલની પ્રક્રિયા નહીં થાય

લોકડાઉનમાં પાસપોર્ટ માટે પ્રક્રિયા અટકી પડી હતી-અરજદારોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જ પડશે
અમદાવાદ,  લગભગ સવા બે મહિનાથી બંધ પાસપોર્ટ સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. હાલ નોર્મલ પાસપોર્ટ માટેની પ્રક્રિયા થશે તત્કાલ પાસપોર્ટ માટેની પ્રક્રિયા થશે નહીં. સાથે સાથે તમામ અરજદારોએ કોરોના માટેની ગાઈડલાઈન નું પાલન કરવું પડશે તથા આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરનાર અરજદાર અને જ પાસપોર્ટ સહાયતા કેન્દ્ર માં પ્રવેશ મળશે. વર્ષેદહાડે ૬ લાખથી વધુ પાસપોર્ટ ઇસ્યુ કરતી ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસ તથા તેને સંલગ્ન પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કોરોનાની મહામારીને લઈને ઘણા સમયથી બંધ હતા.

સરકારના આદેશ મુજબ પાસપોર્ટ ઓફિસ મર્યાદિત સ્ટાફ સાથે શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ પાસપોર્ટની પ્રક્રિયા ચાલુ કરાઈ નહોતી ? પાસપોર્ટ ઓફીસ માંથી જાણવા મળતી માહિતી મુજબ સોમવાર પહેલી જૂનથી અમદાવાદ સ્થિત વિજય ચાર રસ્તા ખાતેનુ પાસપોર્ટ સહાયતા કેન્દ્ર તથા રાજકોટ અને વડોદરા ખાતે ના પાસપોર્ટ સહાય કેન્દ્ર કાર્યરત કરી દેવામાં આવ્યા છે

જ્યારે મીઠાખળી પાસપોર્ટ સહાયતા કેન્દ્ર ૮ મી જુનથી કાર્યરત થશે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પાસપોર્ટ ઓફિસના સ્ટાફને માસ્ક ફરજિયાત સેનેટાઈઝર નો ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટન્સ માટેની સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે અરજદારોને પણ ટેમ્પરેચર ચેક કર્યા બાદ અને જેણે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરનારને જ પાસપોર્ટ સહાયતા કેન્દ્ર માં પ્રવેશ આપવામાં આવશે તમામ અરજદારોએ માસ્ક પહેરવું ફરજીયાત છે તથા એપોઇન્ટમેન્ટ વખતે સેનેટ રાઈઝર પણ સાથે લઈ જવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.