Western Times News

Gujarati News

હાથણીનું મોત ક્રુરતા છે, ભારતીય સંસ્કૃતિ આવી નથી- જાવડેકર

નવીદિલ્હી, કેરળના મલપ્પુરમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટના અંગે રાજકારણથી માંડી ઉદ્યોગ અને રમત ગમત જગતના લોકો પણ રોષે ભરાયા છે. કેન્દ્રીય વન તથા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ ક્રુરતા છે, ભારતીય સંસ્કૃતિમાં આવું ન થઈ શકે. આરોપીઓને પકડવા માટે અમે સીનિયર અધિકારીઓને તહેનાત કર્યા છે. આરોપીઓને સજા આપવામાં આવશે. મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીને કોઈ વિકૃતે ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું.

જેનાથી હાથણનું મોં ફાટી ગયું અને તેનું મોત થઈ ગયું હતું. આ મામલાએ જોર પકડ્‌યું તો કેરળ પોલીસે બુધવારે અજાણ્યો લોકો વિરુદ્ધ એફઆરઆઈ કરાવી દીધી હતી. ભાજપ સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે, હાથણીની હત્યા કરવામાં આવી છે,કેરળમાં દર ત્રણમાંથી એક હાથીનું મોત થાય છે. વિરાટ કોહલીએ કોહલીએ હાથણી અને તેના પેટમાં એક બાળકનો કાર્ટૂન ફોટો શેર કર્યો છે. તેણે કહ્યું, ‘કેરળની ઘટના વિશે સાંભળીને ખૂબ નિરાશ અને આશ્ચર્યચકિત થયો છું. હું પ્રાણીઓ સાથે પ્રેમ અને તેમનું ધ્યાન રાખવાની અપીલ કરું છું. આવી કાયરતા ભરેલી હરકતો બંધ થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.