Western Times News

Gujarati News

સ્વનિર્ભર સંસ્થાઓના કર્મચારીઓના પગાર કપાતા રોષની લાગણી

કપડવંજ , કપડવંજ શહેર ની આર્થિક રીતે મજબૂત ગણાતી કપડવંજ કેળવણી મંડળ નામની શૈક્ષણિક સંસ્થા ધ્વારા તેની સ્વનિર્ભર સંસ્થાઓ ના સંખ્યાબંધ કર્મચારીઓના પગાર લોકડાઉન ની પરિસ્થિતિમાં કાપી લેતાં ભારે ઉહાપોહ મચ્યો હતો કેટલાક કર્મચારીઓ ના પગાર કાપ્યા બાદ મળવાપાત્ર રકમ ની સામે સરકારી અને બિન સરકારી હપ્તાઓ ની રકમ વધતા કર્મચારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા આવા કપરા સંજોગોમાં આ પગાર કાપ કરવાથી લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે

પગાર કાપ અસરગ્રસ્ત કર્મચારીઓએ મંડળ ને લેખિત જાણ કરી હતી છતાં પણ કોઈપણ જાતની સહાનુભૂતિ દર્શાવવામાં આવી નથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે અડધો પગાર થવાના કારણે કપડવંજ કેળવણી મંડળના કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. ની. ફરજીયાત બચત અને લોન કપાતો પગારમાંથી કપાત ન થવાના કારણે લોન ઉપર વ્યાજ નો બોજ કર્મચારીઓ પર વધતો જાય છે

આ બાબતે કોઈ સકારાત્મક વલણ અપનાવવામાં નહીં આવે તો મંડળ સામે ઉચ્ચ સ્તરીય રજુઆત કરવા લોકો સક્રિય બન્યા છે આ અંગે કપડવંજ કેળવણી મંડળ ના મંત્રી અજીત ભાઈ જોષી નો સંપર્ક કરતા તેઓ એ જણાવ્યું કે મંડળ દ્વારા પગાર કાપવામાં આવ્યો નથી તેને ડીફર કરવામાં આવ્યા છે પરંતુ પરિસ્થિતિ થાળે પડતા તમામ આવા કર્મચારીઓ ને બાકી ના પગાર નું ચુકવણું કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.