Western Times News

Gujarati News

કોંગ્રેસમાં વધુ ધારાસભ્યોના રાજીનામાની સંભાવના

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજીનું રાજીનામુઃ નરહરી અમી માટે વિજયનો રસ્તો  સરળ – ભરતસિંહ માટે કપરા ચઢાણ, ત્રણ ધારાસભ્યોના રાજીનામાથી હાઈકમાન્ડ

સ્તબ્ધ, પ્રદેશ નેતાગીરી ‘ડેમેજ કંટ્રોલ’માં વ્યસ્ત, ભાજપના આગેવાનો ગેલમાં
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે ’ એવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ગઈકાલે કરજણના ધારાસભ્ય અક્ષપ પટેલ તથા કપરાડાના જીતુ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું ધરી દેતા પરિÂસ્થતિ ધીમે ધીમે વિકટ થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક રાજીનામા આપી રહ્યા છે અને પક્ષ પ્રત્યે નારાજગી બતાવી રહ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા આગામી દિવસોમાં વધુ રાજીનામા પડે એવી સંભાવના રાજકીય સ્તરે વ્યક્ત થઈ રહી છે. કોંગ્રેસમાં આંતરીક વિખવાદ કહો કે પછી ધારાસભ્યોની નારાજગી હવે ખુલીને બહાર આવી રહી છે. જા કે પક્ષના મોવડીઓ ભાજપ પર આક્ષેપ કરીને તેઓ ધારાસભ્યોને લોભ-લાલચ આપીને ખરીદતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

સામે પક્ષે ભાજપના આગેવાનો કહી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્યો આંતરીક મતભેદો તથા નેતાગીરીની કામગીરીથી કંટાળીને આવી રહ્યા છે. જા કે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ભાજપની છાવણીમાં હરખ ફેલાઈ ગયો છે. ભાજપે તેના ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને ઉતાર્યા છે. રાજકીય પંડિતોના અનુમાન પ્રમાણે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનની જીત માટેનો માર્ગ સરળ થઈ રહ્યો છે. કોંગ્રેસે બે ઉમેદવારો મેદાનમાં ઉતાયા છે જેમાં શÂક્તસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રથમ પ્રેફરન્સ મત શÂક્તસિંહ ગોહિલને અને બીજા મત ભરતસિંહ સોલંકીને આપવા ધારાસભ્યોને જણાવ્યુ હોવાના અહેવાલો માધ્યમોમાં પ્રસારિત થયા હતા. જા આ પ્રમાણે Âસ્થતિ સર્જાશે તો બીજા ઉમેદવાર ભરતસિંહની જીત સામે મોટો પડકાર ઉભો થશે. રાજકીય નિષ્ણાતો તેમની હારને નિશ્ચિત માની રહ્યા છે. પરંતુ કોંગી આગેવાનો બંન્ને સીટો જીતવાનો દાવો કરી શકાય છે. રાજકારણમાં છેલ્લી ઘડી સેધી પ્રવાહી પરિÂસ્થતિ જાવા મળતી હોય છે.

સામાન્ય રીતે રાજ્ય સભાની ચૂંટણી ખુબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જતી હોય છે. અને આટલા મોટા પ્રમાણમાં રાજકીય ઉહાપોહ પણ મચતો નથી. પરંતુ ભાજપે તેના ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને ઉતારતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપે તેના ત્રીજા ઉમેદવારને જીતાડવા રાજકીય અને આંકડાકીય ગણિતના મંડાણ શરૂ કરી દીધા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને ખેંચવા માટે ઓેપરેશન શરૂ કરી દેવામાં આવતા તેની સીધી અસર જાવા મળી રહી છે. કોંગ્રેસના અગાઉ પાંચ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા.

છેલ્લા બે-ત્રણ દિવસમાં બીજા ત્રણ ધારાસભ્યોએ કોંગ્રેસને રામ રામ કરી દેતા કોંગી હાઈકમાન્ડ ચોંકી ઉઠ્યુ છે. અને રાજ્યસભાની ચૂંટણીના સમયે આ પ્રકારનું વાતાવરણ કેવી રીતે સર્જાયુ તે અંગેની વિગતો મંગાવવામાં આવી રહી છે. કોંગી હાઈકમાન્ડ ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે સંપર્કમાં છે અને સતત અપડેટ મેળવી રહ્યા છે. એ વાત સૌ કોઈ જ ાણે છે કે ભાજપના રાજ્યસભાની ચૂટણીના ઉમેદવાર નરહરી અમીન આ અગાઉ કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કરી ચુક્યા છે.

કોંગ્રેસમાં તેઓ એક કદાવર નેતા હતા અને તેમના સંપર્કો -સંબંધો પણ કોંગ્રેસના ધારાસભ્યો સાથે હોય તે સ્વાભાવિક છે. અને તેથી જ આ જૂના સંબંધોનો તેમને ચૂંટણીમાં લાભ મળી શકે છે એ વાત પણ રાજકીય ગલિયારીઓમાં ચર્ચામાં છે. ભાજપે રાજકીય સોગઠાબાજીમાં આ વાતને ધ્યાનમાં લીધી હોય એ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. અલબત્ત, ભાજપના આગેવાનો આ તમામ આક્ષેપો-બાબતોનો ઈન્કાર કરી રહ્યા છે અને કોંગ્રેસ તેના પોતાના ભારથી જ તૂટી રહી હોવાનું કહી રહ્યા છે.

દરમ્યાનમાં કોંગ્રેસમાં ધારાસભ્યોના રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. પ્રદેશ નેતાગીરીના પગ તળેથી જમીન સરકી રહી છે. પરંતુ કોઈ કશું બોલવા તૈયાર નથી. કોંંગી આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ લોભ-લાલચ આપીને કોંગી ધારાસભ્યોને તોડી રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ તોડે નહી એ માટે તમામ ધાસરાભ્યોને રાજસ્થાનના જયપુર ખાતે રીસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.