Western Times News

Gujarati News

મોડાસામાં ૩૮મી રથયાત્રા મોકૂફ

ભિલોડા ગુજરાતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે જેની મંદિરો પર ખૂબ જ અસર પડી રહી છે.દેશમાં અને રાજ્યમાં નીકળનારી રથયાત્રા પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. આ વર્ષે ૨૩ જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં દરવર્ષે ભગવાન જગન્નાથ યાત્રાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાતા હોય છે મોડાસા રથયાત્રા ઉતસ્વ સમિતિએ કોરોનાની મહામારીના પગલે ૩૭ વર્ષથી નીકળતી રથયાત્રા મૌકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો નગરજનોએ અને પ્રશાસન તંત્રએ રથયાત્રા ઉત્સવ સમિતિના નિર્ણયની સરાહના કરી હતી

અરવલ્લી જિલ્લામાં ૧૨૫ અને મોડાસા શહેરમાં ૪૧ લોકો કોરોનાથી સંક્રમિત બનતા લોકોમાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય વચ્ચે મોડાસા શહેરમાં સતત ૩૭ વર્ષથી ભગવાન બાલકદાસજીના નિજમંદિરે થી નીકળતી ભવ્યાતિભવ્ય રથયાત્રામાં ખુદ ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો પણ આતુરતા પૂર્વક આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે મોડાસા શહેરમાં સતત કોરોનાના કેસ વધતા હોવાથી અષાઢી બીજે નીકળનારી ૩૮ મી રથયાત્રા અંગે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા સ્થગિત કરવામાં આવી છે અને આ અંગે સમિતિના સદસ્યોએ જીલ્લા કલેક્ટર અને ટાઉન પોલીસને આ અંગે લેખિતમાં જાણ કરી હતી રથયાત્રા ઉત્સવ સમિતિના નિર્ણયને શહેરીજનો અને વહીવટી તંત્રએ આવકાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.